આત્માની માતૃભાષા/44: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘કચ’ — એક વિશ્લેષણ| અનિલા દલાલ}} {{Poem2Open}} [અસુરોના ગુરુ શુક્ર...")
(No difference)

Revision as of 09:41, 17 December 2021


‘કચ’ — એક વિશ્લેષણ

અનિલા દલાલ

[અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.]