આત્માની માતૃભાષા/13: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?

— છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
— છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
Line 24: Line 25:
{{Right|બામણા, ડિસેમ્બર ૧૯૩૩}}
{{Right|બામણા, ડિસેમ્બર ૧૯૩૩}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
એક બાળકીનું કુમળી વયે અકાળ અવસાન થતાં એને સ્મશાને લઈ જવાઈ રહી છે. પ્રસંગ કરુણ-ગંભીર છે પણ વ્યવહારજગતનાં કાટલાં નોખાં છે. ‘તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?’ જેવું જેવું મનોમન કહી બધાં પ્રસંગને સગેવગે કરવાની વેતરણમાં છે. પરિસ્થિતિની વક્રતા તો જુઓ — છતાં, બધાં રડે છે. વડ-મા પણ લોકશરમે રડે છે. વડ-માના વિરોધાભાસી વર્તન વિશે કાનમાં કહેતા હોય એમ કવિ કહી દે છે: ‘હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.’ દીકરીને દુ:ખનો દરિયો સમજતી, જમાનાની ખાધેલ વડ-મા બહારથી લોકશરમે ભલે ગમે તે દેખાડો કરે પણ અંદરથી તો કાશ ટળતાં હાશકારો અનુભવે છે.

Line 34: Line 35:
ઉમાશંકર જોશી વિશેનો મૂલ્યાંકનગ્રંથ ‘કવિનો શબ્દ’ (સં. સુરેશ દલાલ, ૧૯૬૮) પ્રગટ થયો ત્યારે, એમની સર્જનપ્રક્રિયા સમજાવે એવા થોડાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્ન આમ હતો: ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? કઈ કૃતિ?’ જવાબમાં ઉમાશંકરે, ‘લોકલમાં'ની સાથેસાથે આ કાવ્યનો પણ ઉલ્લેખ કરેલો અને કહેલું: “એક બાળકીને સ્મશાને લઈ જતાં — જુદા જ સંજોગોમાં સુન્દરમે તારવ્યું. હું ચીન હતો. ચીન અને અગ્નિ એશિયાના દેશો તરફ, અને અહીં એક અમેરિકન સંપાદક આવેલા. ગુજરાતીમાંથી કવિતાના અનુવાદો એમને જોઈતા હતા. સુન્દરમે આ કાવ્ય પસંદ કર્યું અને અંબુભાઈ (પુરાણી)એ કરેલો એનો અનુવાદ પેલા સંપાદક ભાઈને સોંપ્યો. પાછળથી સુન્દરમે મને લખ્યું હતું કે આપણી રચનાઓમાંથી અંગ્રેજી જેવી બીજી ભાષાના અનુવાદમાં શું ઊભું રહી શકે એ જોવું એ એક અનુભવ છે.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 12
|next = 14
}}
18,450

edits