26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 36: | Line 36: | ||

“જે લેખમાં નીતિનાં સત્ય તત્ત્વ અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદાત્તતાથી અને ડહાપણથી આકર્ષક સ્વરૂપથી કર્યું હોય તે સર્વ પુસ્તકોથી સાહિત્ય બને છે. અને એવાં પુસ્તકો ઘણાં નથી હોતાં.’ | “જે લેખમાં નીતિનાં સત્ય તત્ત્વ અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદાત્તતાથી અને ડહાપણથી આકર્ષક સ્વરૂપથી કર્યું હોય તે સર્વ પુસ્તકોથી સાહિત્ય બને છે. અને એવાં પુસ્તકો ઘણાં નથી હોતાં.’ | ||
{{Right|– લોર્ડ મોલી.}} | |||

“Literature is a vital record of what men have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us” | “Literature is a vital record of what men have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us” | ||
{{Right|– Hudson.}} | {{Right|– Hudson.}} | ||

“માનવી જીવિતના | “માનવી જીવિતના નિકટ તથા નિત્ય સંબંધમાં આવેલી બાબતો વિષે માણસોએ જે કંઈ અનુભવ્યું છે, જે કઈ વિચાર્યું છે, અને તેમને જે કંઈ લાગ્યું છે તે સર્વની માર્મિક નોંધ તે સાહિત્ય.” | ||
{{Right|– હડ્સન.}} | {{Right|– હડ્સન.}} | ||

‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
“Literature may stand for the best expression of the best thought reduced to writing.” | “Literature may stand for the best expression of the best thought reduced to writing.” | ||
‘સાહિત્યનો અર્થ ઉત્તમ વિચારો ઉત્તમ ભાષામાં ઉતારેલા હોય તે લેખ છે.’ | ‘સાહિત્યનો અર્થ ઉત્તમ વિચારો ઉત્તમ ભાષામાં ઉતારેલા હોય તે લેખ છે.’ | ||
“साहित्यसंगीतकलाविहीनः” (ભર્તૃહરિ) | “साहित्यसंगीतकलाविहीनः” (ભર્તૃહરિ) | ||
“साहित्यपाथोनिधिमन्थनोत्थं कर्णामृतं रक्षत भो कवीन्द्राः” (બિલ્હણ) | “साहित्यपाथोनिधिमन्थनोत्थं कर्णामृतं रक्षत भो कवीन्द्राः” (બિલ્હણ) | ||
| Line 81: | Line 83: | ||
કાવ્યના બાહ્ય સ્વરૂપમાં દોષ ન આવે એ માટે સહૃદય જનોએ સૂચવેલા ઉપાય આ રીતે લક્ષમાં રાખવા આવશ્યક છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ કાવ્યના ઉદ્ભવ માટે આવશ્યક વસ્તુઓ ગણાવે છે કેઃ | કાવ્યના બાહ્ય સ્વરૂપમાં દોષ ન આવે એ માટે સહૃદય જનોએ સૂચવેલા ઉપાય આ રીતે લક્ષમાં રાખવા આવશ્યક છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ કાવ્યના ઉદ્ભવ માટે આવશ્યક વસ્તુઓ ગણાવે છે કેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् । | शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् । | ||
काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।। | काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।। | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગમ લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શનથી આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસઃ એ સર્વ કાવ્યના ઉદ્ભવમાં કારણરૂપ છે.” (‘શાસ્ત્ર’માં નીચેનાં વિષયોનાં લક્ષણ દર્શાવનાર ગ્રંથોનો સમાવેશ થાય એમ મમ્મટ કહે છેઃ છંદ, વ્યાકરણ, નામકોષ, કલા, ધર્માર્થ – કામમોક્ષ, હાથી, ઘોડા, ખડગ, ઇત્યાદિ.) એ અંશો કાવ્યના કારણરૂપ એટલા માટે છે કે કવિત્વશક્તિ હોય ત્યાં પણ એ શક્તિના સ્ફુલિંગને પ્રદીપ્ત કરનાર તથા તેના તિરોધાનને અટકાવનાર અભ્યાસ અને નિપુણતા આવશ્યક છે, અને જ્ઞાનના ભંડાર વિના તથા નિયમો વડે સિદ્ધ થતી સુવ્યવસ્થાની દરકાર વિના કુશળ કૃતિ થતી નથી. આ ધોરણો એકલા કાવ્યને જ નહિ, પણ સકળ સાહિત્યને લાગુ પડે છે. માત્ર “કાવ્ય” પદનો વિસ્તાર કરી તેને ઠેકાણે “ઉત્તમ લેખ” એ સમજવાનું છે, અને ‘કવિત્વબીજરૂપ શક્તિ’ એ ઠેકાણે ‘લેખનશક્તિ’એ પદ સમજવાનું છે. | “કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગમ લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શનથી આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસઃ એ સર્વ કાવ્યના ઉદ્ભવમાં કારણરૂપ છે.” (‘શાસ્ત્ર’માં નીચેનાં વિષયોનાં લક્ષણ દર્શાવનાર ગ્રંથોનો સમાવેશ થાય એમ મમ્મટ કહે છેઃ છંદ, વ્યાકરણ, નામકોષ, કલા, ધર્માર્થ – કામમોક્ષ, હાથી, ઘોડા, ખડગ, ઇત્યાદિ.) એ અંશો કાવ્યના કારણરૂપ એટલા માટે છે કે કવિત્વશક્તિ હોય ત્યાં પણ એ શક્તિના સ્ફુલિંગને પ્રદીપ્ત કરનાર તથા તેના તિરોધાનને અટકાવનાર અભ્યાસ અને નિપુણતા આવશ્યક છે, અને જ્ઞાનના ભંડાર વિના તથા નિયમો વડે સિદ્ધ થતી સુવ્યવસ્થાની દરકાર વિના કુશળ કૃતિ થતી નથી. આ ધોરણો એકલા કાવ્યને જ નહિ, પણ સકળ સાહિત્યને લાગુ પડે છે. માત્ર “કાવ્ય” પદનો વિસ્તાર કરી તેને ઠેકાણે “ઉત્તમ લેખ” એ સમજવાનું છે, અને ‘કવિત્વબીજરૂપ શક્તિ’ એ ઠેકાણે ‘લેખનશક્તિ’એ પદ સમજવાનું છે. | ||
| Line 106: | Line 106: | ||
'''“ઈરાન, હિંદુસ્તાન ને, સિયામ, અર્બસ્તાનઃ''' | '''“ઈરાન, હિંદુસ્તાન ને, સિયામ, અર્બસ્તાનઃ''' | ||
'''બ્રહ્મ, ચીન, જાપાન ને રુશિયા, તુર્કસ્તાન.”''' | '''બ્રહ્મ, ચીન, જાપાન ને રુશિયા, તુર્કસ્તાન.”''' | ||
'''“કહું મરાઠારાય, શિવાજી ને સંભાજી;''' | '''“કહું મરાઠારાય, શિવાજી ને સંભાજી;''' | ||
'''વળતા રાજારામ, પછીથી થયો શિવાજી.”''' | '''વળતા રાજારામ, પછીથી થયો શિવાજી.”''' | ||
'''“એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઇ. જે. જાણ;''' | '''“એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઇ. જે. જાણ;''' | ||
'''કે. એલ. ને એમ. પછી એન. ઓ. પી. ક્યુ. આણ.''' | '''કે. એલ. ને એમ. પછી એન. ઓ. પી. ક્યુ. આણ.''' | ||
| Line 129: | Line 127: | ||
વીરરસ સાથે દેશ ભક્તિનાં કાવ્યો પણ નર્મદાશંકરે અને ભીમરાવ ભોળાનાથે તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવે લખેલાં તે પણ કવિવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરીશું કે એ વિષેની વિસ્મૃતિ ન થાય. | વીરરસ સાથે દેશ ભક્તિનાં કાવ્યો પણ નર્મદાશંકરે અને ભીમરાવ ભોળાનાથે તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવે લખેલાં તે પણ કવિવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરીશું કે એ વિષેની વિસ્મૃતિ ન થાય. | ||
સાહિત્યમાં જેવો સમાવેશ થઈ શકે એવા અનેક વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મુકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે તેમ– | સાહિત્યમાં જેવો સમાવેશ થઈ શકે એવા અનેક વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મુકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે તેમ– | ||
हेम्नः संलक्ष्यते ह्यग्नौ विशुद्धिः श्यामिकापि वा । | हेम्नः संलक्ष्यते ह्यग्नौ विशुद्धिः श्यामिकापि वा । | ||
સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે. | સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે. | ||
દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે. | દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે.{{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
<Poem> | <Poem> | ||
| Line 138: | Line 137: | ||
{{Right|(‘હિસ્ટરી ઑફ ક્રીટીસીઝમ’)}} | {{Right|(‘હિસ્ટરી ઑફ ક્રીટીસીઝમ’)}} | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 173: | Line 171: | ||
અંતમાં આપણા સર્વની ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા ઈશ્વરકૃપાથી પરિપૂર્ણ થાય એમ આશા દર્શાવી યાચના કરીશું કે विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।। | અંતમાં આપણા સર્વની ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા ઈશ્વરકૃપાથી પરિપૂર્ણ થાય એમ આશા દર્શાવી યાચના કરીશું કે विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।। | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | |||
|previous = ૭. | |||
|next = ૯. | |||

edits