માણસાઈના દીવા/૪. મર્દ જીવરામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. મર્દ જીવરામ|}} {{Poem2Open}} એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજ...") |
(No difference)
|
Revision as of 09:16, 4 January 2022
૪. મર્દ જીવરામ
એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : ‘હમ તો નવજવાન હૈ!' એ નવજવાનને તો પાર જઈ બાપુને મળી કરી આ કાંઠે આવવું હતું. મોટરને ત્યાં સુધી થોભવા કહીને ઊપડ્યા. પણ પાર ગયા પછી એણે કહેવરાવી દીધું : “મોટરને પાછી લઈ જજો. નહીં આવી શકાય." મદાંધ મહીએ આ નવજવાનનું પાણી ઉતાર્યું. મારે રગનાથજી ડોસાને જોવા હતા. ડોસા અમારે ઉતારે આવી ગયા, પણ ભેટો થયો નહીં. એમના પુત્ર બહાદુરસંગને દીઠા. મેં પૂછ્યું : “દહેવાણના ઠાકોર સ્વ. નારસંગજીએ એમને ઉપદ્રવ કર્યો હતો? સરકારે આ રગનાથજીને કંઈ સતાવ્યા હતા?" જાણ મળી કે, ના, કંઈ નહોતું કર્યું.