માણસાઈના દીવા/૧. ધર્મી ઠાકોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. ધર્મી ઠાકોર|}} {{Poem2Open}} ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી...")
(No difference)

Revision as of 09:24, 4 January 2022


૧. ધર્મી ઠાકોર


ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખનારા ‘ગાંધીના માણસો'ની એમને સ્વાભાવિક ચીડ હતી. એમાં ‘હૈડિયા વેરો ના દેશો' એ સંદેશો સંભળાવતા ફરતા રવિશંકર મહારાજ એક સાંજે ગાજણામાં દાખલ થયા. પણ ‘ખબરદાર છે — જો કોઈ ગાંધીવાળાને મળ્યા પણ છે તો!' એવી ધાક દરબારે ગામલોકો પર બેસારેલી, એટલે મહારાજ આવ્યા પણ કોઈ પ્રજાજન મળવા હામ ભીડે નહીં. કાંઠાનાં ગામલોકોને પ્રથમ જ પરિચય, એટલે મહારાજને કોઈ ઓળખે પણ નહીં. એટલે પોતે તો સીધા દરબારગઢમાં ગયા.