પુરાતન જ્યોત/ભજન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભજન|}} {{Poem2Open}} (જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દી...") |
(No difference)
|
Revision as of 11:48, 6 January 2022
(જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દીધેલો તેનું ભજન)
જેસલ કરી લે વિચાર,
માથે જમ કેરો માર,
સપના જેવો છે સંસાર
રાણી કરે છે પોકાર
આવોને જેસલરાય!
આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!
આવ્યો અમૂલખ અવતાર
માથે સતગુરુ અવતાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
આવોને જેસલરાય. — આપણo
ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નૂગરા કર્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય. — આપણo
જીવની ગતિ ગુરુની પાસ
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્વાસ
સેવકોની પૂરો હવે આશ
આવોને જેસલરાય.— આપણo
છીપું સમુંદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
આવોને જેસલરાય. — આપણo
મોતીડાં એરણમાં ઓતરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે'વાય
ખરાની ખળે ખબરું થાય
આવોને જેસલરાય. — આપણo
ચાંદોસૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
આવોને જેસલરાય. — આપણo
નવ લાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે'વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
આવોને જેસલરાય. — આપણo
નત્ય નત્ય ઊઠી નાવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે'વાને જાય
આવોને જેસલરાય. — આપણo
પ્રેમના પાટ પ્રેમની થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમન્યું જ્યાં થાય
આવોને જેસલરાય.— આપણo
મનની માંડવિયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિ સતી મળી ભેળાં થાય
સતિયુંના પંજા જ્યાં મેળાય
આવોને જેસલરાય — આપણo
દેખાખાદેખી કરો રે મત ભાઈ
હાથમાં દીવડીઓ દરશાય
અંતરે અંજવાળાં થાય
ચાર જુગની વાણી તોળલ ગાય
આવોને જેસલરાય.— આપણo