દરિયાપારના બહારવટિયા/૩. રોમાનેતી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 15: Line 15:
સંસ્કારી આલમથી અટૂલો પડેલો આ ટાપુ મધ્યયુગના આખરી કિલ્લા સમો દેખાય છે. અને પોતાનાં બચ્ચાંને અંતરે આવા રૌદ્ધ સંસ્કાર રોપનાર તો ખુદ ત્યાંની કુદરત જ છે. એના પહાડો અને ખીણો પ્રકૃતિની શક્તિઓના કોઈ દારુણ રણસંગ્રામની સાક્ષી પૂરી રહેલાં છે. ધરતીનાં પેટાળ ફાડીને કોઈ જ્વાળામુખીએ પાતાળી ખાઈઓ કરી મૂકી છે. એ છેદાયેલા સૈનિકો જેવા ડુંગરાઓને જાણે કે કોઈ ભૂકંપોના દાનવોએ એકાદ વિરાટ ખડકના ટુકડેટુકડા કરીને સર્જાવેલ છે. સેદાર અને પાઈનનાં ઊંચાં ઝાડવાં પણ એ પહાડોનાં હૈયાં વિદારી-વિદારીને જ બહાર નીકળેલાં છે. માનવીનાં હળ-સાંતી જેવાં લોખંડી હથિયારો ચાહે તેટલાં મથે છતાં ન ચિરાતી કઠોર ધરતી પણ જાણે કે અન્નપૂર્ણા નથી પણ એથી ઊલટી કોઈ નિષ્ઠુર સાવકી માતા છે.  

આમ એ ટાપુના ઘડતરમાં જ તોફાનનાં, સંહારલીલાનાં, કુદરત સાથેના નિરંતર ચાલુ વિગ્રહનાં જ તત્ત્વો પડ્યાં છે. એ તત્ત્વોની સોબતે ટાપુનાં બચ્ચાંને માના પેટમાંથી જ પોતાની તાલીમ પિવાડી છે. ટાપુના ચહેરા ઉપર જ્યાં જુઓ ત્યાં ઉગ્રતા, ગરૂરી, વેદના અને ગમગીની જ અંકિત થઈ છે, એ જ ચાર ગુણો લખાયા છે પ્રત્યેક કૉર્સિકાવાસીના વદન ઉપર. એનાં નામ પણ જુઓ તો સ્પાદા (સમશેર), અથવા તો સાએત્તા (વીજળી) - એ નામો જ બહારવટાંની આગાહી કરે છે. નાનાં બચ્ચાં લખતાં-વાંચતાં-ભણતાં નથી. પણ ગેંડાનો શિકાર શીખે છે; કુદરતનાં તૂફાનો સામે – વાવાઝોડાં, ભૂકંપો, જળપ્રલય અને સળગતા દુકાળો સામે – ટક્કર ઝીલતાં શીખે છે.  

[૨]
 
<center>'''[૨]'''</center>
 
આમ છતાંયે રોમાનેતી તો હંમેશાંનો સુલેહપ્રેમી અને કાયદાપાલક પ્રજાજન હતો. એને ખૂનખરાબા અને ઝાડીજંગલને માર્ગે જબરદસ્તીથી હડસેલનાર તો હતા વિશ્વાસઘાત અને ગેરઇન્સાફ. જગતના કૂડા રાહથી એ ગૂંગળાઈ ગયો ત્યારે જ પછી, બીજા અનેક ની પેઠે એ પણ માછિયામાં – અટવીમાં છુપાયો, ને ત્યાં રહ્યે રહ્યે પણ પોતાને ઘડીભર જંપવા ન દેનારી, દિવસરાત કોઈ શિકારને શોધી રહેલી શિકારી સરખી એ રાજસત્તાને હંફાવતો બેઠો. પણ બીજા આવા ભાગેડુઓ કરતાં પોતે સાતગણી ટક્કર ઝીલી શક્યો. કેમ કે રોમાનેતીની ખામોશી અદ્ભુત હતી; એનો બંદૂકપિસ્તોલ પરનો કાબૂ અફર હતો; એટલે જ એણે રાજની ફોજોને દોઢ દાયકા સુધી માત રાખી. એટલે જ એ બહારવટિયાનો રાજા બોલાયો. રાજ-પોશાકધારીઓનો એ જમદૂત હતો, બેટવાસીઓનો એ દિલોજાન હતો.  

ધંધે તો હતો એ ધિંગો માલધારી. ઢોર કાપતો પણ ખરો. પોતાના ગામના માંડવીચોકમાં એ મેળાને દિવસે કે મોટી ગુજરી ભરાવાને દિવસે ઢોર કાપીને માંસ વેચતો. એવા એક પ્રસંગે એવું બન્યું કે જે ઘરાકી ફાટી નીકળી ને બીજા એક બેયને કાપવાની જરૂર પડી. એણે તાબડતોબ પોતાના એક ધંધા-ભાઈની પાસે માણસ દોડાવ્યો, પૂરી પરવાનગીથી અને પુરેપરા મૂલે એણે એ ભાઈબંધના ખેતરમાંથી પશુ લીધું ને તે જ રાતે પીઠાની અંદર ભાઈબંધને નાણાં પણ ભરી દીધાં. રોકડા પૈસાનો સોદો, ઉછીઉધારની વાત નહોતી, એટલે નાણાંની પહોંચપાવતી લેવાદેવાનો સવાલ જ નહોતો.  

Line 37: Line 41:
એની પાછળ તો ફોજો ભમવા લાગી હતી. પણ પહાડોનો પાદશાહ રોમાનેતી આતમરક્ષાની અક્કલમાં કોઈથી ઊતરે તેવો નથી. સરકારી જાસૂસોની સામે બહારવટિયાનું પણ પાકું જાસૂસખાતું ગોઠવાઈ ગયેલું છે. એના મોટામાં મોટા જાસૂસ કુત્તાઓ હતા, ઝીનેત્તા અને કાળિયો નામના બે કુત્તા બહારવટિયાના માનીતા અંગરક્ષકો છે. બન્ને જણા દિવસરાત એક પલ પણ અળગા થયા વગર પોતાના એ માનવમિત્રની બેઉ બાજુએ બેઠા રહે છે. એને અપાયેલી તાલીમ તાજુબ કરે તેવી હતી. બન્નેના મોંમાં જાણે અવાજ જ નહોતા, મૂંગા અવધૂતની માફક બને ઝીણી ઝગારા કરતી આંખો અધમીંચી રાખીને બેઠા રહેતા. અને તેઓનો એક લગાર જેટલો જ ઘુરકાટ દુશ્મનોનાં દૂરદૂર ચાલતાં પગલાંની ખબર દેવા માટે ગનીમત થઈ પડતો.  

તે પછી થોડે દૂર, એથી જરી વધારે દૂર, ઑર થોડે છેટે – એમ કેટલાક માઈલો સુધીના ગોળ ઘેરાવામાં સંત્રીઓની અને કુત્તાઓની ચોકી દિવસરાત વીંટળાયેલી જ રહેતી. પરિણામે ‘ફુલેસ’ની ગિસ્ત લગોલગ આવી પહોંચે તે પહેલાં તો બહારવટિયો બાતમી પામીને પચીસ કોસ દૂર નીકળી જતો હતો. બહારવટિયાના ભોમિયા મરણિયા અને બુદ્ધિવંત હતા.  

[૩]
 
<center>'''[૩]'''</center>
 
પહાડના પોલાણમાં એક રાતે બહારવટિયો બેઠોબેઠો કંઈક ગીત ગુંજે છે:  

પાનીસે મછલી કિતની દૂર!
{{Poem2Close}}
બે કિતની દૂર!
<Poem>
બે કિતની દૂર!
'''પાનીસે મછલી કિતની દૂર!'''
બાદલસેં બીજલી કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બે કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બે કિતની દૂર!  
:'''બાદલસેં બીજલી કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
</Poem>
{{Poem2Open}}
એ વારંવાર ઘૂંટાતાં ચરણોમાંથી આખરે ફક્ત આટલો જ સૂર કોઈ ચગેલા પતંગની માફક, ઊંઘ લઈ ગયેલા ભમરડાની માફક વાજી રહ્યો કે -  

કિતની દૂર!
{{Poem2Close}}
બે કિતની દૂર!
<Poem>
બે કિતની દૂર!  
'''કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
'''બે કિતની દૂર!'''
</poem>
{{Poem2Open}}
બખોલની શિલાઓ ખંજરી બજાવતી બહારવટિયાની સૂરાવળને તાલ આપે છે. આખરે બે હોઠ વચ્ચેની સિસોટી કોઈ પંખીની પેઠે ગાય છે કે —

પાનીમેં મછલી કિતની દૂર!
'''બે કિતની દૂર!'''
બાદલસેં  બીજલી કિતની દૂર!  
'''બે કિતની દૂર!'''
:'''પાનીમેં મછલી કિતની દૂર!'''
:'''બાદલસેં  બીજલી કિતની દૂર!'''
</Poem>
{{Poem2Open}}
જુવાન બહારવટિયાને ઘણે દિવસે ઘર સાંભર્યું છે. ઓરતને મળવા દિલ તડપે છે. રંગીલો રોમાનેતી ઘેરે સંદેશો પણ મોકલી ચૂક્યો કે ‘આજ સાંજનું વાળુ તારા હાથનું કરવું છે’.  

રાત પડી. ગામના પોતાના ઘરની પછીતથી માંડી છેક પહાડના ગુપ્તસ્થાન લગી એક પછી એક જાસૂસ સંત્રીની આલબેલ-એંધાણી અપાતી ગઈ; જરીકે જોખમ નથી એવાં સંકેતચિહ્નો મળતાં બહારવટિયો બખોલેથી ઘેર જવા નીકળ્યો. અધરાતનો ગજર થયે એણે હેમખેમ ઘરમાં પગ દીધો. ઘણા કાળના ગાળા પછી માંડમાંડ જીવતાં મિલાપ થવા પામ્યો છે, એટલે ગળતી રાતની ગાઢી ગળબથ્થો લીધા પછી, હૈયાં એકમેકની અંદર ઠાલવી દઈને પછી, ઓરતે કોડેકોડે રાંધેલું વાનીવાનીનું વાળુ માણવા માટે રંગીલો રોમાનેતી દરવાજા સન્મુખ મોં કરીને જમવા બેઠો. બાજુમાં એક બંદૂક મૂકેલી છે, ને ગજવામાં પાંચ-છ નાની પિસ્તોલો અકબંધ ભરેલી ઠાંસી છે.  

Line 64: Line 84:
“અને ઓ હોડીવાલા! જલદી પાછી વાળ, કિનારે પહોંચ.”  

“એ ભાઈસા’બ! આવીએ છીએ, પાછા કિનારે આવીએ છીએ! ફેર કરશો મા.” એવાએવા એ માછીમારના ચસકાની અંદર એક બીજો અવાજ ડૂબી ગયો - ને તે હતો બહારવટિયાનો પાણીમાં ખાબકી પડ્યાનો અવાજ.  

હોડી કાંઠે આવી ત્યારે ખાલી હતી. રોમાનેતી ઢબતો ઢબતો, પાણી કાપતો પાછો ખડકોમાં પહોંચી ગયો હતો.  

[૪]
 
<center>'''[૪]'''</center>
 
‘આ દગલબાજી કોણે કરી? આપણી વચ્ચે તે રાત્રિએ કોણ વિશ્વાસઘાતી જાગ્યો?’  

એ એક જ સમસ્યા બહારવટિયાને તે પછીના દિવસોમાં સતાવી રહી હતી. નક્કી વાત છે કે કોઈકે પોલીસને બાતમી આપી દીધેલી. કુત્તાઓને પણ છેક પોલીસ લગોલગ આવી પહોંચી ત્યાં સુધી કોઈક કોઈક જાણીતા આસામીએ મૂંગા રાખ્યા હોવા જોઈએ. કોઈક જાણભેદુ ફૂટી ગયો છે.  

Line 87: Line 111:
જુવાનની લાશ સામે ઠંડીગાર આંગળી ચીંધાડીને બહારવટિયાએ કહ્યું: "આને એને કુટુંબીઓ પાસે લઈ જઈને સોંપી આવો. કહેજો કે એ વિશ્વાસઘાતી તો હતો, પણ તે ઉપરાંત નામર્દ હતો. હજુ તો મારા ઘથ ખાલી હતા ને હું એની સાથે વાત કરી રહેલો હતો. ત્યાં જ એણે મારા ઉપર ગોળીઓ છોડી હતી."  

આ બનાવે બહારવટિયાના બાકીના સાથીઓનાં હૈયાં પર એવું જાદુ છાંટી દીધું કે પછીનાં વર્ષોમાં એક પણ ખૂટામણનો પ્રસંગ નહોતો બનવા પામ્યો. એ છાપ માણસાઈની હતી.  

[૫]
 
<center>'''[૫]'''</center>
 
"હું શરત કરું છું કે હું એકલો બહારવટિયાને પૂરો પડીશ."  

એજોસિયો ગામની મુલાકાતે આવેલી એક ફરાન્સી ફોજના કપ્તાને એક દિવસ એ રીતે પેતાની મૂછ મરડી, એણો સમજ પાડી કે "તમે ટુકડીઓની ટુકડીઓ મોકલો છો એટલે ભેટંભેટા થતા નથી, માટે કારી ફાવતી નથી, જુઓ હું એકલે હાથે પૂરો પડું છું."  

Line 103: Line 131:
રોમાનેતી પાસે આવ્યો. કપ્તાનની લાશને એણો ગમગીન હૃદયે ઉથલાવીને ચત્તી કરી.  

“શા માટે” - પોતાની આસપાસ વીંટળાઈ વળેલા સાથીઓને એણે કહ્યું: ‘શા માટે આ લોકો મારી પાછળ લાગ્યા છે! શા સારુ મને એ પહાડોમાં એકલો પડ્યો રહેવા દેતા નથી! હું ક્યાં એને ગોતવા જાઉં છું! મારી આ કડવી ઝેર બની ચૂકેલી જિંદગાની પણ જો મને તેઓ આંહીં જ જંગલમાં ચૂપચાપ ખેંચી કાઢવા આપે તો હું તેઓને તલભાર પણ ઈજા પહોંચાડવા નથી ચાહતો. નીકર મારી બંદૂકની નળી પધોર એ કાંઈ કમ નીકળ્યા છે? મેં ધાર્યું હોત તો હું એવા સોને ફૂંકી મારત, પણ દોસ્તો, હું લોહીનો તરસ્યો નથી, મને હવે છેડો ના. મને પડ્યો રહેવા દો!”  

[૬]
 
<center>'''[૬]'''</center>
 
દિવસો દિવસ એવી કંઈક પરાક્રમની વાતો આ બહાદુરને નામે ચડતી ગઈ, ઍશ્ટન વુલ્ફ લખે છે કે ‘બહાદુર’ એવું બિરુદ આ બહારવટિયાને માટે હું બરાબર જ વાપરી રહ્યો છું. કારણ કે એનું બહારવટું વાજબી હો વા ગેરવાજબી, છતાં રોમાનેતી એક મર્દ હતો. હદથીય જ્યાદે રહમદિલ અને સાગરપેટો હતો. શત્રુ કે મિત્ર હરકોઈની સાથેના વહેવારમાં નીડર તેમ જ નેકીદાર હતો. અરે, સાચને ખાતર એણે પોતાના સગા ભાઇ સમા પહાડી ભાઈબંધ સ્પાદાને, જુઓને, ફાંસીને લાકડે મોકલવાની છાતી બતાવી હતી.  

હકીકત આમ બની ગઈ. એક દિવસ ધોળે દહાડે છડેચોક એક ગામમાં દાખલ થઈને બહારવટિયો સીધો મેયર સા’બના મકાન પર આવ્યો, સાહેબના ચાકરને એક બંધ કરેલો કાગળ દીધો. કહ્યું: “સા’બને પોગાડજે.”  

Line 146: Line 178:
એટલામાં સ્પાદો જાગી ગયો હતો. ભાનમાં આવતાંજ્ એ સમજાયું કે દગો થયો છે. છલાંગ્ મારીને એ ખાડો થયો, અને જૂએ છે તો એને આશરો આપનાર ભાઈબંધ પોતે જ ઊઠીને બારીમાંથી રૂમાલ્ ફરકાવી પોલીસને બોલાવી રહ્યો છે. સ્પાદાને એણે કહ્યું: આવી ખુટલાઈ! હવે તો ઉઘાડ બારણું ને દોડ તું બહાર, નીકર હમણાં ફૂકી દઈશ."  

થરથરતો આસામી બારણું ખોલીને બહાર દોડે છે. સ્પાદો પછવાડેની બારીએથી ઠેકે છે. ને સામે કાંઠેથી અવાજ સાંભળે છે કે “સ્પાદા હેઈ, સ્પાદા! હું આંહીં છું. આવી પોગ, આવી પોગ."  

ખૂટેલ આદમી બહાર દોડ્યો તેને સ્પાદો સમજી પોલીસ ત્યાં જમા થાય છે. પાછળ સ્પાદો અને રોમાનેતી એકઠા મળી જઈને ઝપાઝપી બોલાવતા ખડકોમાં ગાયબ થાય છે.  

[૭]
 
<center>'''[૭]'''</center>
 
આવાં એનાં પરાક્રમ પછી પરાક્રમ સાંભળતો હું ઇટલીમાંથી પાછો વળતો હતો ત્યારે રસ્તામાં કૉર્સિકા બેટ ઊતરવાની – બની શકે તો બહારવટિયાની સાથે એકાદ રાત ગાવવાની મારી ઉત્કંઠાને હું ન રોકી શક્યો. એક દિવસ હું નાનકડા એજેસિયો શહેરથી પહાડોમાં ઊપડી ગયો. બહારવટિયાની પાસે સહીસલામત પહોંચવા માટે ગજવામાં એક પાસપોર્ટ-પરવાનો પડ્યો હતો. એના ઉપર બહારવટિયા રોમાનેતીની મોટી મહોર-છાપ હતી."  

આટલું કહીને જાસૂસી અફસર એશ્ટન વુલ્ફ પહાડોમાં એ રાત્રિના પોતાના પ્રવાસનું વર્ણન કરે છે:  

Line 189: Line 225:
બહારવટિયાનો રાજા રોમાનેતી ગાયબ બન્યો હતો!  

મારે કમનસીબે વળતે પ્રભાતે મને ત્યાં જોઈ લેવામાં આવ્યો હતો, એટલે પાછા વળતાં મને બે પોલીસોએ પરહેજ કર્યો. મારે કાંડે લોખંડી સાંકળ જડવામાં આવી. મને શહેરમાં લઈ જઈ, બહારવટિયાને ચીજવસ્તુ પહોંચાડનાર તરીકે રજૂ કરવામાં આવ્યો. હું કોણ છું તેની ખાતરી કરાવતાં સદ્ભાગ્યે મને છોડવામાં આવ્યો હતો.

[૮]
 
<center>[૮]</center>
 
વાત ચાલે છે કે ભાઈ, એક દિવસ રાતે એક અંદરગાળાના ગામડાની હોટલમાં બહારવટિયાના આવા રંગરાગ અને નાચગાનનો જલસો જામી પડ્યો હતી. અંદર એ મહેફિલની ઝૂક મચેલી હતી અને બહાર કુત્તા તેમ જ માનવ સંત્રીઓ બબ્બે ગાઉ ફરતા ચોકી રાખી રહેલા. એ ગુલતાનની વચ્ચે ગામનો ધર્મગુરુ આવીને ઊભી રહ્યો, બહારવટિયાની પાસે જઈને કાનમાં કંઈક કહ્યું.  

શબ્દ સરખો પણ બોલ્યા વગર બહારવટિયો ચૂપચાપ ઊભો થયો અને પાદરીસાહેબની પછવાડે પછવાડે ચાલ્યો. બન્ને જણા એક ઝુંપડામાં ગયા.  

Line 202: Line 242:
એનો દીકરો હજુ બાળક છે. બેટવાસીઓ કહે છે કે છોકરો જુવાન થશે એટલે ‘વેન્દેતા’ પરંપરા ચાલુ કરશે. અને ‘ભાઈબંધ’ને શોધી લેશે.

<br>
{{HeaderNav2
|previous = ૨. મેરિયો શિકારી
|next = ૪. કામરૂનો પ્યાર
}}
26,604

edits