ભૂંસાતાં ગ્રામચિત્રો/1. ૨૮. ભૂતના વારસદારો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
શિયાળાં હુ… આ હુ… આ હુ… આ બોલતાં-રોતાં ઘરના કરા સુધી આવી લાગેલાં હંભળાતાં. કૂતરાં વ…હુ વ…ઉ વ…હુ ભસી ટાઢાં પડી જતાં. દાદા વાત્ય માંડતા. રાંમાયણ, માભારત દાદાને ફાવે નંઈ, એમાંથી થોડાક ટુકડા કહે, રાજા-રજવાડાં હાથે ચોરડાકુની વાત્યો કરે. બધું હાવ ખાલીખમ થઈ જાય, વગડાની વાંઝણી વાવ જેવું. પસે દાદા ભૂતાંની વાત્યોનો ભંડાર ખોલતાં. આથમાં ઉક્કો એમ જ ઝલઈ જાય. દાદો જંત-ભૂત-વંતરી હાર્યે વગડે સેમાડે, નદીવાવે, કૂવેપાદરે, તળાવકોતેડે, મંદિરમાદેવે ફરતા ઑય ને અમે હઉ એમની આર્યે ધક ધક ધક…

ભૂત ઘડીકમાં માંણહ થાય, ઘડીમાં કૂતરું, પાડો-ગધેડું થાય. ના ઑય તોય બોલતું હંભળાય. અમે અચંબે અટવાઈ રઈએ. દાદા ભૂત વંતરી, ચૂડેલ, શિકોતરનાં લખ્ખણ ગણાવે. એનાં ભાત્યભાત્યનાં ચેનાં બતાડે. વંતરી પૂંઠે પોલી ઢંઢ ઑય. જોઈ જઈએ તો ચીહ પડાઈ જાય, ભૂત દેવતા પેઠે હળગી ઊઠે, ઓળો થઈ જાય, પસે અલોપ. જે ફફડી જાય, હબક ખાઈ જાય એને તાવ ચઢે. ચ્યાંક ચ્યાંક તો માંણહો મરી જ્યાના ડાખલા સે. અમે મૂઢ જેવાં મોઢાં વકાસીને તાકી રઈએ દાદાને. દાદા કહે  : બીએ નંઈ અેને ભૂતાં કાંય નો કરી હકે!  : પણ હાચું કઉં તો પેંપળાવાળાં જંતની વાત્યાં કરતાં દાદા જાતે જાણે જંત ઑય એમ અમે એમને હકબક ભાળ્યા કરતાં. બધાં ભૂતાંમાં જંત બાપડો વધારે ડાયો ઑય એમ લાગતું. એ ભોળિયો તે મોટો ભોગ માગે નઈ, પણ આ જંતે ગાંડો કરેલા વાંણિયાના છોરાની દાદે વાત્ય કયેલી તે દંન અમારીય ડાગળી ખહવામાં અતી. દેવ જેવો ડીચરો. હુકઈને લાકડું થઈ જ્યો. કોઈ પીરે એને હાજો કરેલો. એ હાંભળ્યા કેડ્યે અમારો જીવમાં જીવ આયેલો. હાશ.
ભૂત ઘડીકમાં માંણહ થાય, ઘડીમાં કૂતરું, પાડો-ગધેડું થાય. ના ઑય તોય બોલતું હંભળાય. અમે અચંબે અટવાઈ રઈએ. દાદા ભૂત વંતરી, ચૂડેલ, શિકોતરનાં લખ્ખણ ગણાવે. એનાં ભાત્યભાત્યનાં ચેનાં બતાડે. વંતરી પૂંઠે પોલી ઢંઢ ઑય. જોઈ જઈએ તો ચીહ પડાઈ જાય, ભૂત દેવતા પેઠે હળગી ઊઠે, ઓળો થઈ જાય, પસે અલોપ. જે ફફડી જાય, હબક ખાઈ જાય એને તાવ ચઢે. ચ્યાંક ચ્યાંક તો માંણહો મરી જ્યાના ડાખલા સે. અમે મૂઢ જેવાં મોઢાં વકાસીને તાકી રઈએ દાદાને. દાદા કહે  : બીએ નંઈ એને ભૂતાં કાંય નો કરી હકે!  : પણ હાચું કઉં તો પેંપળાવાળાં જંતની વાત્યાં કરતાં દાદા જાતે જાણે જંત ઑય એમ અમે એમને હકબક ભાળ્યા કરતાં. બધાં ભૂતાંમાં જંત બાપડો વધારે ડાયો ઑય એમ લાગતું. એ ભોળિયો તે મોટો ભોગ માગે નઈ, પણ આ જંતે ગાંડો કરેલા વાંણિયાના છોરાની દાદે વાત્ય કયેલી તે દંન અમારીય ડાગળી ખહવામાં અતી. દેવ જેવો ડીચરો. હુકઈને લાકડું થઈ જ્યો. કોઈ પીરે એને હાજો કરેલો. એ હાંભળ્યા કેડ્યે અમારો જીવમાં જીવ આયેલો. હાશ.

પાદરને કૂવે રેહતી વંતરી, નવી વઉવારુનો વેશ લેતી. મધરાતે કે કવખતે નેકળેલાં વટેમારગુઓને દેખો દેતી. હેતરેથી વળતા ખેડુને અહતી હંભળાતી. કોઈને બેડું ચડાવવા મશે કૂવે બોલાઈ નેં પસે અલોપ થઈ જતી. જનારું અવાચક થઈ જાય. પાંહેના વડલાની ડાળોમાં ખખડાટ હંભળાય ને છેલ્લે આગનો મોટો ભડકો કાં ખડખડ અહવાનો ખણહારો. માંણહ ડરનું માર્યું ચીહ પાડી ઊઠે. ભલભલાના પોત્યાં પલળી જતાં. દાદા કે’તા કે ગાંમમાં કોઈ રજપૂતે વિધવા વહુની લાજ લીધેલી, પછી એ બાઈ બેજીવી થતાંમાં તો મારીને કૂવે નાંશેલી. એ રજપૂતાણી વંતરી થયેલી. રાંમજાણે! માયામાં, મરતી વેળા જીવ અટવાઈ જાય કે પસે કમોતે મરે એ બધાં ભૂતડાં થતાં. અવગત્યે જતાં એમ દાદા અમને હમજાવતા.

26,604

edits