19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|નિવેદન|}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નિવેદન|}} | {{Heading|નિવેદન|}} | ||
{{Poem2Open}} | |||
[પહેલી આવૃત્તિ] | |||
જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે? | |||
આ વાર્તાઓના સર્જન સાથે એક નવું નામ જોડાયેલું છે કે જેને સાહિત્ય, કલા અથવા ચિત્રપટની દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થાન આપે. (વસ્તૃત: ઘણુંખરું, મારો જીવનસંબંધ આવી કોઈ ‘દ્વારકાની છાપ’ વગરના જ સ્નેહીઓમાં સંઘરાયો છે.) આ યુવાન વ્યાપારી સુહૃદે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊંડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે ‘કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરૂં ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. લખાઈ તૈયાર થતી વાર્તાઓને તપાસી તપાસી, જ્યાં જ્યાં અમારી બેઉની સમજમાં ફેર પડતો હતો ત્યાં ત્યાં નવસંસ્કરણ કરાવ્યું. એ નામનો ઉલ્લેખ અહીં કરું છું તે એની નિપુણતાને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ સ્નેહના ચિરસ્મરણને સારુ. એનું નામ શ્રી નાથાલાલ દોશી છે. મુંબઈમાં એ મોટર-સ્ટોર્સની પેઢી ચલાવે છે. | |||
સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરના પ્રકાશન માટે તૈયાર થયેલી આ ચોપડીને ‘ફૂલછાબ'ના સંચાલકોએ પોતાનું ભેટપુસ્તક બનાવવા માગ્યું તે તેઓનું સૌજન્ય ગણું છું. | |||
{{Right|૧-૧-૧૯૩૪}}

['પલકારા'ના નિવેદનમાંથી) | |||
'પ્રતિમાઓ'ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતોઃ | |||
જનેતાનું હૃદય | |||
'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ’ | |||

પાછલી ગલી | |||
'બૅકસ્ટ્રીટ' | |||

પુત્રનો ખૂની | |||
'ધ મૅન આઈ કિલ્ડ' | |||

એ આવશે | |||
'મૅડમ બટરફ્લાય' | |||

આખરે | |||
'ધ સીડ' | |||

મવાલી | |||
'20,000 યર્સ ઈન સિંગ સિંગ' | |||

આત્માનો અસૂર | |||
'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ' | |||

જીવનપ્રદીપ | |||
'સિટીલાઈટ્સ’ | |||
: હાસ્ય: પહેલું અને છેલ્લું | |||
'ધ ક્રાઉડ' | |||

[બીજી આવૃત્તિ] | |||
આ વાર્તાસંગ્રહની નવી આવૃત્તિ થતી જોવા હું ઘણા સમયથી ઉત્સુક હતો. ચિત્રપટના પરદા પરની વાર્તાઓ લેખે આ વાર્તાઓ એક માર્ગદર્શક સ્થંભ (ખાંભા)નું મહત્ત્વ ધરાવે છે, તે ઉપરાંત આપણા લઘુકથાઓના લલિત સાહિત્યમાં પણ એ નિઃશંક સ્થાન મેળવી શકેલી છે. | |||
આવી જ બીજી વાર્તાઓનો મારો સંગ્રહ ‘પલકારા' નામે પ્રકટ થયેલ છે, તે જિજ્ઞાસુઓએ જોઈ જવા જેવો છે. | |||
{{Right|રાણપુર: ૨૫-૫-'૪૨}}

[ત્રીજી આવૃત્તિ] | |||
આ ચિત્રપટ-કથાઓ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે તે વાચક જનતાની પ્રસન્નતા બતાવે છે. મારી કૃતિઓનાં પ્રેમી જનોનો હું ઉપકાર માનું તેટલો ઓછો છે. | |||
{{Right|અમદાવાદઃ ૧૯૪૬}}

પ્રતિમાઓ | |||
ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. | |||
યુરોપી ચિત્રપટોએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ'ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ. તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યા ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી. | |||
'પ્રતિમાઓ'ની નવ અને ‘પલકારા'ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ મારા પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણાં મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું મારે માટે શક્ય બન્યું. | |||
આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યના સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યા નથી. પણ સર્જવામાં જો પ્રસવ-વેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાંય ક્યાં ઓછી વેદના ૨હેલી છે! .... એમાં મારો પ્રાણ નિચોવાયો છે. | |||
{{Right|[પ્રતિમાઓ” અને પલકારાનાં નિવેદનોમાં]}}

{{Poem2Close}} | |||

{{HeaderNav2 | |||
|previous = અર્પણ | |||
|next = જનેતાનું પાપ | |||

edits