એકતારો/નધણીઆતી નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નધણીઆતી નથી|}} <poem> કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે કોઈ બીજો એ...") |
(No difference)
|
Revision as of 11:01, 22 January 2022
નધણીઆતી નથી
કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ! ૧.
તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
'દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર?'
પૂછે છે તો ગોકળી કે' છે,
'શું છે ખોટું! ચામ તો રે' છે!' ૨.
'જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર!
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.