એકતારો/મને વેચશો મા!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મને વેચશો મા!|}} <poem> વેચશો મા મને વેચશો મા! તમે લોકોના સેવકો,...") |
(No difference)
|
Revision as of 11:01, 22 January 2022
મને વેચશો મા!
વેચશો મા મને વેચશો મા!
તમે લોકોના સેવકો, વેચશો મા!
મારી પાંસળીઓનાં હાડકાં ગણાવવા
રહ્યાંસહ્યાં ચામડાં ખેંચશો મા—તમે૦ ૧.
મારાં આંસુની તમે શાહીઓ ઘુંટાવી
સેનાની ઈન્ડી–પેન સીંચશો મા—તમે૦ ૨.
મારા હૈયાની માંહી ધીખે છે આગ ત્યાં
પોતાની રોટીઓ શેકશો મા—તમે૦ ૩.
મારાં શોણિત મહીં રંગેલા વાવટા
લૈ લૈને ગાનતાન ગ્હેકશો મા—તમે૦ ૪.
સોનાની થાળીએ ભોજન આરોગતા
મારી હાંડીની વાતો ફેંકશો મા—તમે૦ ૫.
વેચશો મા, મને વેચશો મા,
તમે કવિઓ ને લેખકો, વેચશે મા!—મને૦ ૬.