કંકાવટી/વિસામડા! વિસામડા!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
કોડી કોઠીંબડું રાજ બેઠું | કોડી કોઠીંબડું રાજ બેઠું | ||
પાંચીકો પરમેશ્વર. | પાંચીકો પરમેશ્વર. | ||
</poem> | |||
એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય: | એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય: | ||
<poem> | |||
સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે | સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે | ||
કે વાણેલાં ભલે વાયાં રે. | કે વાણેલાં ભલે વાયાં રે. |
Revision as of 11:09, 22 January 2022
કન્યાઓ નવાણે જાય. ભેળી મલી ઊભડક પગે બેસે. તાળીઓના તાલે તાલે. આ જોડકણું ગાય:
વિસામડા! વિસામડા!
વાડને વડું
લેર ને લાછું
પોત ને પોળી
વાટ ને ઘાટ
સામા મળિયા સહીના સાથ
સહી વળાવ્યાં સાસરે
મળિયાં મા ને બાપ
જળ નાયાં મળ વીસર્યાં
નાયાં ધોયાં તે પરમાણ
નાઈ ધોઈ નીસર્યા
ને પાપ સઘળાં વીસર્યાં
નાયાં ધોયાં આ કાંઠે
ને પાપ સઘળાં ઓલ્યે કાંઠે
આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું
કોડી કોઠીંબડું રાજ બેઠું
પાંચીકો પરમેશ્વર.
એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય:
સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે
કે વાણેલાં ભલે વાયાં રે.
સૂતા જાગો રે .....બાઈના કંથ
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે પાંભરિયું ને લોટા
કે વાણેલાં ભલે વાયાં રે.
દાતણ કરજો રે તુલસીને ક્યારે
કે વાણેલાં ભલે વાયાં રે.
મુખ લૂજો રે પાંભરિયુંને છેડે
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે સરી રામના નામ
કે વાણેલાં ભલે વાયાં રે.