એકતારો/બજો બજો ગંભીર ઘોર આરતી: Difference between revisions
Jump to navigation
Jump to search
[કૃષ્ણજન્માષ્ટમી નિમિત્તે]
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બજો બજો ગંભીર ઘોર આરતી|}} <center>'''[કૃષ્ણજન્માષ્ટમી નિમિત્તે]'''<...") |
(No difference)
|
Revision as of 11:17, 22 January 2022
બજો બજો ગંભીર ઘોર આરતી
તમે ગીતા પાઈ, પચી નહિ અમોને;
તમો ગયા ગાઈ, ન આવડ્યું અમોને.
તમે ત્યજ્યાં શાસ્ત્ર સમર્થની છટાથી
અમે ય નિઃશસ્ત્ર અશક્તની અદાથી! ૧.
બજાવી તે વેણુ, અમે ન સૂર ઝીલ્યા;
ચરાવી તે ધેનુ, અમે પૂજન્ત ખીલા!
તમે મરીને અમરત્વ મેળવ્યું
અમે ડરીને શતધા મરણ સહ્યું. ૨.
તમે પીધી કાળપ કાળી રાતની,
તમે પીધી કાળપ કાળીનાગની,
તમે પીધી કાળપ કુબ્જકા તણી,
તમે પીધી કાળપ કંસ—કાળની. ૩.
અરે તમે આખર ભાઈ ભાઈનાં
કરાળ કાળાં વખ–વૈર ઘોળિયાં,
છતાં રહી બાકી વિષાક્ત કાલિમા
કુટુંબીના ક્લેશની, તેય પી ગયા. ૪.
પ્રભાસનાં પીપળ–પાંદડાં હજી
ભરી રહ્યાં સાખ પરમ પીનારની;
તમારી જન્મોત્સવની બજે ભલે
હજાર ઘંટા વ્રજકુંજ—ખોળલે. ૫.
પરંતુ—
યુગેશની આખર બંધમુક્તિની
બજો અહીં ગંભીર ઘોર આરતી!