કંકાવટી/નિર્જળ માસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} {{Poem2Open}} જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે....") |
(No difference)
|
Revision as of 11:21, 22 January 2022
નિર્જળ માસ
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
નિર્જળું વ્રત એટલે?એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે - દાતણ પાણી મોકળા, તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે - નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે - અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.