એકતારો/સંધ્યાવેળા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સંધ્યાવેળા|}} <poem> વધે છે અંધારૂં, ત્યમ ત્યમ વધે હામ પ્રિય હો...")
(No difference)

Revision as of 12:31, 22 January 2022


સંધ્યાવેળા


વધે છે અંધારૂં,
ત્યમ ત્યમ વધે હામ પ્રિય હો!
વધુ ભૂતો ભાળું,
ત્યમ ઉર રમે રામ પ્રિય જો! ૧

મને મસ્તી લાગી,
રમત રમવાને થનગનું,
જશે સુસ્તી ભાગી.
વિજય–વીર હું છો નવ બનું. ૨.