એકતારો/ઉચ્ચ મસ્તક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉચ્ચ મસ્તક|}} <poem> મા સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક! બેડી, ર...") |
(No difference)
|
Revision as of 12:46, 22 January 2022
ઉચ્ચ મસ્તક
મા સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક!
બેડી, રસી ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક! ૧.
મે’ણાં જુઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક! ૨.
કરવા ખુલાસા થોભતી ના, ઉચ્ચ મસ્તક!
બેબાકળી બિલકુલ થતી ના, ઉચ્ચ મસ્તક! ૩.