એકતારો/પશુ-નકલની પ્રગતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
[મનહર]
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પશુ-નકલની પ્રગતિ|}} <center>'''[મનહર]'''</center> <poem> પ્રભુતાની પ્રતિમા ક...") |
(No difference)
|
Revision as of 13:11, 22 January 2022
પશુ-નકલની પ્રગતિ
પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી?
હેરી હેરી આાંખો મેરી માનવીને ન્યાળે છે,
પશુની નકલ કરી અકલ દેખાડનારો
શકલ પોતાની દેવતાઈ હવે હારે છે. ૧.
જનાવરો કેરો આ તો જમાનાજૂનેરો ભય,
માનવ–સૃષ્ટિમાં ભીડાભીડ ભારી જામી છે!
નકલ કરીને આગે દેખાતો અકલવાન,
હવે તો એ નકલ અસલપણું પામી છે ૨.
પશુઓ પોકારે, પ્રભુ અમારી અસલીઆત,
પાશવતા અમારી તો આમ મારી જાય છે
નકલપણાનો તું ય દિસે છે ઉસ્તાદ કોક
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે! ૩.