યુગવંદના/ભ્રાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભ્રાંતિ|}} <poem> <center>[ભજન]</center> વીરા! સત્તાની દેરીઓ ઉખાડી ને દેવ બ...")
 
(No difference)

Latest revision as of 11:55, 25 January 2022

ભ્રાંતિ
[ભજન]

વીરા! સત્તાની દેરીઓ ઉખાડી
ને દેવ બની કેમ બેઠા?
વીરા! મુક્તિદેવીની રચી વાડી
ને ફૂલ કર્યાં કેમ એઠાં?
વીરા! શક્તિને એકલી ઉપાસી
ભક્તિનું ભાન કેમ ભૂલ્યા?
વીરા! પરની શ્રદ્ધાને દેવદાસી
પોતાની કરી કેમ ઝૂલ્યા?
વીરા! એક બીજ વાવીય ન જાણ્યું,
તો લાખ ઝાડ કેમ બાળ્યાં?
વીરા! એક બુન્દ નીર ના ઉતાર્યું,
જૂનાં નવાણ કેમ ટાળ્યાં?
વીરા! કાલકૂટ કંઠમાં ભભૂકે,
શંભુ ને સાપ દોય દેખો!
વીરા! એક જીરવે ને અન્ય ઓકે
પ્રભેદ એ ન કેમ પેખો!
વીરા! વેગ-ચક્ર પંથડાવિહોણાં:
ભ્રાંતિની ખાઈ ખાઈ જાશે,
વીરા! કાચી નીંદર તણાં સોણાં
ઝબકીને પછી ગુમ થાશે.
૧૯૩૬