એકતારો/હું બધાયનો ગુલામ!: Difference between revisions
Jump to navigation
Jump to search
ગુલબંકી છંદ
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું બધાયનો ગુલામ!|}} <center>'''ગુલબંકી છંદ'''</center> <poem> (૧) હું જુવાન, હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 37: | Line 37: | ||
હું નહિ બનું ગુલામ. | હું નહિ બનું ગુલામ. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કાળનું વંદન | |||
|next = સંધ્યાવેળા | |||
}} |
Latest revision as of 13:16, 27 January 2022
હું બધાયનો ગુલામ!
(૧)
હું જુવાન, હું જુવાન
હું તમામનો ગુલામ.
હું સદાય ઝીલતો બીજાં તણાં સડેલ જ્ઞાન;
કોથળી નથી ક્યહીંય ચામડાની હું સમાન!
(૨)
હું સિપાહી જુદ્ધનો
બુધો અને અબુધનો.
નવીન ચેલકાઓ મુંડનાર સર્વ શોખીનો!
મને નિહાળતાંની વાર કાંઈ ઘેલડા બનો!
(૩)
હું તમારી ટોપલી
ચિરાડિયાં થકી છલી.
નકામ ચિત્ત—ચીથરાં વિચારનાં વહું ભલી!
તૂટેલ ટાંક, ડાબલી,
હું–માં સમાય : હું તમારી ટોપલી.
(૪)
હું ફૂટેલ ડોલચું :
ભરાય શું? ઝિલાય શું?
હરેક વાપરી પછી પછાડતું ફગાવતું.
ફળી વચાળ—હું ફૂટેલ ડોલ ડોલચું!
હું જુવાન! હું જુવાન!
માફ માગું મે'રબાન!
હું નહિ બનું ગુલામ.