વેણીનાં ફૂલ/તારી વાડીને શેઢે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તારી વાડીને શેઢે|}} <poem> ઉંચા કરી તારા હાથને ઉભો બે ઘડી રે'જે બ...")
(No difference)

Revision as of 11:48, 29 January 2022

તારી વાડીને શેઢે

ઉંચા કરી તારા હાથને
ઉભો બે ઘડી રે'જે
બાળા રાજા! તને તેડશું
અમ મેઘલ દેશે!

ના રે બાપુ! મારી માવડી
વાટ્યું જોશે ને રોશે!
સુણી વાદળ કેરાં બાલુડાં
હસી જાય વિદેશે.
(સાખી)
તું બનશે મુજ ચંદ્રમા! હું બનું વાદળ-બાળ,
અગાશીના આકાશમાં રમશું રમત રસાળ
માડી મને બાળ બોલાવે - પેલાં૦