અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|''સોરઠા''}} વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે; નેણ ભરેલાં નેણ,...")
(No difference)

Revision as of 17:01, 16 June 2021

<poem>

સોરઠા

વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે; નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.           ૭૫ આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં; ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ.           ૭૬ પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં; મિત્ર તણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ.           ૭૭ દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી; વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ.           ૭૮ ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી; છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ.           ૭૯ દીઠી નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો; કાગળપણ કો વાર,ફરી ન લખિયો ફારબસ.           ૮૦ હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો; મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ.           ૮૧ માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં; પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ.           ૮૨ લાખ લડાવ્યાં લાડ, સુખ તેતો સ્વપ્ને ગયું; ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ.           ૮૩ અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો; છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ.           ૮૪ તારા બોલ તણાજ, ભણકારાવાગે ભલા; ઉપજે ઘાટ ઘણા જ, ફરી ક્યાં દેખું ફારબસ.           ૮૫ નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ.           ૮૬ <poem>