કાવ્યાસ્વાદ/૪૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨|}} {{Poem2Open}} ઝેક કવિ બાર્તુસેકની એક કવિતા યાદ આવે છે : અરે ભાઈ...")
(No difference)

Revision as of 12:16, 10 February 2022

૪૨

ઝેક કવિ બાર્તુસેકની એક કવિતા યાદ આવે છે : અરે ભાઈ, તમે જાણતા નથી? આ તો શહેર છે શહેર, અહીં તો માણસો જીવતે જીવ દટાઈ જતા હોય છે. પહેલાં તો અમે ક્યારના મરી ચૂક્યા છીએ એવું માનવાનો ડોળ કર્યો. આથી તો લોકોએ અમને ગાંડા ગણી કાદ્દાુા અને બીજાનું લોહી પીવાને અમને મજબૂર કર્યા. માનવભક્ષી પશુઓ હવે વનમાં તો રહ્યા નથી, પણ અમે સૌ જાણ્યેઅજાણ્યે માનવીનું લોહી ચાખતા થઈ ગયા છીએ. એનો સ્વાદ મધુર છતાં કેવો ભયંકર! અમે ઘડીભર તો અમારા વડે જ દટાઈ ગયેલા ખાડા જેવા બની ગયા. એમાં હમેશાં જીવતા માણસાઢ્ઢ ક્ષણેેક્ષણે દટાતા ગયા. એ લોકોએ અમને દાટવાનો ખાડો અમારી પાસે જ ખોદાવ્યો અને જીવતેજીવ અમને દફનાવી દીધા. અમે ખરેખર મરી જવાની છતાં રાહ જોતા રહ્યા. આથી એમને યુદ્ધનો આશ્રય લેવો પડ્યો. અમને એક જાતની નિરાંત થઈ કે ચાલો, આખરે વાતનો અન્ત આવ્યો. પણ એમણે તો અમને ફરી જીવતા જાહેર કર્યા જેથી એઓ ફરીથી અમને દાટી શકવાનો આનન્દ લઈ શકે.