તપસ્વી અને તરંગિણી/ત્રણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ત્રીજો અંક | }} {{Poem2Open}} (રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘ...") |
(No difference)
|
Revision as of 15:20, 11 February 2022
(રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘર. અંદર તરંગિણી સ્થિર થઈને બેઠેલી છે. તેની વેશભૂષા કાળજી વિનાની છે, પીઠ તરફ ગવાક્ષ છે. આ દૃશ્યમાં રાજમાર્ગ અને ઘરનો અંદરનો ભાગ એક સાથે દેખાશે.) (પડદો ઊપડ્યા પછી કેટલીક ક્ષણો નીરવ પસાર થાય છે.) (રાજમાર્ગ પર દાંડી પીટનારનો પ્રવેશ.) દાંડી પીટનાર : (ઢોલ વગાડીને) મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ, પુષ્ય નક્ષત્રમાં મહારાજ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજપદે અભિષેક કરશે. આખા દેશમાં રાજ્યશ્રી યજ્ઞ થશે. મહારાજ લોમપાદ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજ પદે અભિષેક કરશે. આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ... તરંગિણી : (અંદર–અસ્ફુટ ઊંચા સૂરમાં) લોમપાદના જામાતા! યુવરાજ! (રાજમાર્ગ વળોટીને દાંડી પીટનાર ચાલ્યો જાય છે. નેપથ્યમાં જનતાનો હર્ષધ્વનિ. રાજમાર્ગમાં ગામડાની સ્રીઓનો પ્રવેશ.) પહેલી સ્રી : કહેવું પડે ભાઈ, ત્રણ વીસું ઉમ્મર થઈ મારી પણ આવો હકાળ જોયો નથી. બીજી સ્રી : કોઠારમાં ધાન માતું નથી. ત્રીજી સ્રી : જુઓ ને, તળાવડાંમાં પાણી કેવાં લહેરાય છે. પહેલી સ્રી : અને માંય મોટી મોટી માછલીઓ જ માછલીઓ. બીજી સ્રી : અને પાળે પાળે પાલકભાજી અને શાક. ત્રીજી સ્રી : મારી ઘયડી ગાય તે દહાડે પાછી વિયાઈ. બીજી સ્રી : મારા વાંઝિયા જાંબાને આ વેળ જાંબાં આયાં. પહેલી સ્રી : પેલી કુમુદડીની વાતની તો તને ખબર છે ને! કેટલી દવાઓ અને કેટલા દોરાધાગા કર્યાં. બધુંય ધૂળ પર લેંપણ. અને હવે ઈને જ જુઓ, તે દહાડે જોડકું આયું. ત્રીજી સ્રી : મારા પતિ વાથી ચાલી પણ શકતા નહોતા. પણ હવે એ વાત તો યાદે નથી આવતી એવો પ્રતાપ છે! હવે તો એમના જેવો ઘર સંચનારો આખા ગામમાં કોઈ નથી. બીજી સ્રી : મારી દીકરીની સગાઈ થતી’તી ને ટૂટી જતી’તી. જોષી કહે કે જનમદોષ, પણ જોયું ને મારી બાઈ, એવા રમતાં જમતાં ચપટી વગાડતામાં વિવા થઈ ગયા! પહેલી સ્રી : પિત્તરોગથી મારા દીકરાની દશા થઈ’તી તે તો તેં જોઈ’તી. હવે તો તલાવની સામી તેર કાપે છે. ત્રીજી સ્રી : બધું ભગવાનનું દાન. બીજી સ્રી : બધું ઋષ્યશૃંગનું દાન. પહેલી સ્રી : આપણી રાજકુંવરી ભાગ્યશાળી છે. બીજી સ્રી : ધન્ય છે આપણો અંગ દેશ. પહેલી સ્રી : ભગવાન, હવે અમારા પર કોપશો નહીં. ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ આપણને જીવતાં રાખે. બીજી સ્રી : ઋષ્યશૃંગ જુવરાજ થશે, આનંદ આનંદ! ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ રાજ થશે, આનંદ આનંદ! પહેલી સ્રી : આપણે સુખી થૈશું. ભગવાન, હવે અમારા પર કોપાશો નહીં. ઋષ્યશૃંગ અમારા પર દયા રાખો. બીજી સ્રી : ચાલ, એક વાર તેમનાં દર્શન કરી આવીએ. ત્રીજી સ્રી : દર્શન ના થાય તો કાંઈ નહીં, આઘેથી પ્રણામ કરશું. પહેલી સ્રી : દર્શન આપશે, એ તો દયાળુ છે. બીજી સ્રી : લ્યો, ચાલો હવે. (સ્રીઓનું પ્રસ્થાન) તરંગિણી : (અંદર, અસ્ફુટ ઊંચા સૂરમાં) તેઓ સુખમાં રહેશે તે દયાળું છે! (રાજમાર્ગ પર ચંદ્રકેતુનો પ્રવેશ. ધીમે ધીમે તે તરંગિણીના ઘર સામે આવી ઊભો રહે છે. ગવાક્ષ ભણી દૃષ્ટિપાત કરે છે. ઊંડો નિસાસો નાખે છે. સાવધાનીથી ચારે બાજુએ જુએ છે. જરા આગળ જઈને ફરી પાછો આવે છે. વળી દૂર ચાલ્યો જાય છે. તે સમયે અંશુમાન વેગથી પ્રવેશ કરે છે. એકબીજાને જોઈ, ચમકી તેઓ ઊભા રહે છે) ચંદ્રકેતુ : અરે, અંશુમાન! અંશુમાન : ને ચંદ્રકેતુ! ચંદ્રકેતુ : બહુ દિવસે મળ્યા. અંશુમાન : બહુ દિવસે. ચંદ્રકેતુ : કુશળ તો ખરો ને? અંશુમાન : આજે અંગદેશમાં સૌ કુશળ છે. ચંદ્રકેતુ : પણ કેમ તને ઉદ્વિગ્ન જોઉં છું? અંશુમાન : તું ય પણ ખાસ પ્રફુલ્લિત દેખાતો નથી. ચંદ્રકેતુ : ઝડપથી ક્યાં જતો હતો? અંશુમાન : ક્યાં?... ખબર નથી... તું ક્યાં? ચંદ્રકેતુ : અહીં જ. કયા રત્નની ખાણ આ ઘરમાં છે, તે તો તું જાણે જ છે. અંશુમાન : આ ઘરમાં? (દૃષ્ટિ નાખી) તરંગિણી, પેલી પાપિષ્ઠા. ચંદ્રકેતુ : તારી લાંબી જીભને વશમાં રાખ, અંશુમાન. અંશુમાન : ચંદ્રકેતુ તને ખબર નથી. દિલનો દાઝયો બોલું છું. ચંદ્રકેતુ : તું દિલનો દાઝયો? તું રાજમંત્રીનો પુત્ર અંશુમાન? ચંપા નગરનો યુવકુલમણિ? તો શું તું ય તરંગિણીના બાણોથી વિંધાયેલો છે? અંશુમાન : જો ધરતી પર તરંગિણીનું અસ્તિત્વ જ ન હોત, તો મારે આજ ઉદ્ભ્રાન્ત થઈને ભટકવું ના પડત. ચંદ્રકેતુ : (અંશુમાનની વાતની ગેરસમજથી–આવેગપૂર્વક) અંશુમાન, તેં તેને હમણાંની ક્યાંય જોઈ છે? મંદિરે, નદીતીરે, ઉદ્યાનમાં, નાટ્યશાળામાં, નિર્જનમાં કે વસ્તીમાં, અંદર કે મંડપમાં, દૂતાવાસમાં કે કવિસંમેલનમાં–તેં શું એને જોઈ છે? હું ચંપાનગરીમાં સતત તેને શોધતો ભમું છું, પરંતુ— (દાંડી પીટનારનો પ્રવેશ)