પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી ભગવતીકુમાર શર્મા|}} {{Poem2Open}} નવલકથા, નિબંધ, નવલિકા, કવિતા,...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''પિસ્તાળીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી ભગવતીકુમાર શર્મા'''</center>
નવલકથા, નિબંધ, નવલિકા, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવા ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ સુરતમાં થયો. પિતા હરગોવિંદભાઈ નાટ્યરસિક હતા અને માતાને વાંચનનો પુષ્કળ શોખ. બાલ્યાવસ્થાથી જ તેમને માતા-પિતાના ધાર્મિક સંસ્કારો મળેલા. શાળાનું શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૦માં મૅટ્રિક થયા. તેમની આંખો નબળી હોવાને પરિણામે અને આંખોની તકલીફ વધતાં અભ્યાસ છોડવો પડ્યો. ૧૯૬૯માં ફરી અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૪માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થઈને ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી. તેઓ બી.એ. થયા, ત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી.

સુરતથી નીકળતું દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’માં ૧૯૫૪થી તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૯૪માં સહાયક તંત્રી તરીકે સેવાનિવૃત્ત થયા છે.

Line 73: Line 75:
આમ સમજી શકાય કે ભાવાર્દ્ર, સરળ અને નિર્દોષ મનુષ્ય પોતે જ બ્રહ્મનો પર્યાય છે. બલ્કે એવા મનુષ્યની ચેતનામાં આવિર્ભૂત થવા માટે બ્રહ્મ પોતે પણ ઉત્સુક રહે છે જ્યાં બ્રહ્મ પોતે સાકાર થઈને કૃતકૃત્યતા અનુભવે છે. સંવેદનજડ, આંટીઘૂંટીવાળા અને દોષપૂર્ણ મનુષ્યનો બ્રહ્મતત્ત્વ પડછાયો સુધ્ધાં લેતું નથી. આથી આ પ્રકારના સંવેદનપટુ, નિશ્છલ, નિષ્પાપ મનુષ્યત્વની સાધના એ જ બ્રહ્મતત્ત્વની ઉપાસના અને એ જ તેની ઉપલબ્ધિ. એટલે આપણી એવી અપેક્ષા રહે કે શબ્દ અથવા અન્ય માધ્યમ દ્વારા બ્રહ્મની ઉપાસના કરવા મથતો મનુષ્ય સંવેદનશીલ, સહજ અને નિષ્કપટ હોય. જો આમ હશે તો એ જે માધ્યમ દ્વારા બ્રહ્મને આરાધે છે એ માધ્યમ પણ સ્વયમેવ સ્વયંભૂપણે એવા જ ગુણોથી અલંકૃત બને. કવિઓ સત્ત્વસમૃદ્ધ શબ્દ સંવેદનપૂત ન હોય તે હું અને આપણે કલ્પી જ કેમ શકીએ? ચિત્રકારનાં રંગરેખા સંકુલ ભલે હોય પણ તેમાં અંતર્નિહિત સારલ્યનીયે આસ્વાદકને અપેક્ષા રહે. અલબત્ત, આજે આપણે અત્યંત સંકુલતાસભર વિશ્વચેતનાની છાયા બલકે ઓથાર હેઠળ વસીએ અને શ્વસીએ છીએ. કોઈ પણ કળા તેની સમકાલીન વિશ્વચેતનાને અતિક્રમીને સામાન્યપણે વિકસી ન શકે. પરંતુ યાદ રાખવું રહ્યું કે સમકાલીનતામાંથી સર્વકાલીનતા ભણી આગળ વધવું તેમાં કલાની વશેકાઈ પણ રહેલી છે જ. અને સર્વકાલીનતા માનવ-સંવેદનાનાં મૂળભૂત તથા સ્થાયી ગુણલક્ષણોને સિદ્ધ કર્યા વિના હસ્તગત થઈ શકતી નથી. આમ, શબ્દ સહિતનાં માધ્યમોએ બ્રહ્મપ્રાપ્તિના શિખર સુધી પહોંચવા માટેય મનુષ્યત્વની સંકુલ પણ શાશ્વત કેડીઓ પર થઈને જ આગળ અને ઊંચે વધવું પડે છે. અને એ રીતે સિદ્ધ થતું બ્રહ્મત્વ મનુષ્યના ઉચ્ચતમ શિખરથી ભિન્ન હોઈ જ ન શકે. આથી હું ભારપૂર્વક કહેવા ઇચ્છું છું કે શબ્દે બ્રહ્મત્વ પામવાના બિંદુએ અટકી જવાનું નથી. શબ્દબ્રહ્મ એ તો મુકામ કિંવા પડાવ છે. ‘સિતારોં સે આગે જહાઁ ઔર ભી હૈ’ – એવી કવિશ્રદ્ધાને આધારે કહીએ તો શબ્દે શબ્દબ્રહ્મ બનીને અટકી ન જતાં, તેણે માનવબ્રહ્મના એવરેસ્ટ અને તેથીયે ઊંચે શૂન્યશિખર પર પહોંચવા માટે એક અતિકઠિન અને જન્મ-જન્માંતર સુધી ચાલી શકે તેવી યાત્રામાં વિનમ્રતાથી, ભાવપૂત રીતે અને સરળ હૃદયે સામેલ થવાનું છે. પ્રથમ દૃષ્ટિએ આ વાત હવાઈ, અસંભવિત અને કપોળકલ્પિત લાગે તેવી છે. પરંતુ આપણા અનેક કવિમનીષીઓએ તેઓનાં કાલજયી સર્જનો ઉપરાંત પોતાના મુઠ્ઠીઊંચેરા માનવ્ય દ્વારા આ ચરિતાર્થ કરી બતાવેલું છે. આપણે માટે એ ધ્રુવતારક શી મહાન વિરાસત છે. મનુષ્યની મનુષ્યતાને અખિલાઈમાં જોવા-સ્વીકારવામાં પણ શબ્દના સાચા બંદાની બ્રાહ્મી સ્થિતિ જ પ્રગટ થાય છે. એ ગમે તેવા દીન-હીન-પતિત મનુષ્યને સંવેદનશૂન્ય નજરે જોઈ જ ન શકે અને જુએ તો એનું શબ્દબંદાપણું એટલું ઊણું. આથી મનુષ્યત્વની પ્રતિષ્ઠા કરવી, એ પ્રતિષ્ઠાના જતન-સંવર્ધન માટે સતત મથવું એ શબ્દના સાચા બંદાનું પ્રથમ અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. ફરીથી બંગ કવિનો આધાર લઈને કહું તો મનુષ્યના મનુષ્ય તરીકેના હોવાપણાની સર્વોપરીતાનો સ્વીકાર અને પુરસ્કાર એ શબ્દબ્રહ્મનું સાધ્ય છે, હોવું ઘટે. અને એ સાધ્યની સિદ્ધિમાં સહભાગી બનીને શબ્દબ્રહ્મે ધન્યતા અનુભવવાની રહે છે. કેમ કે મનુષ્યત્વનું તંતોતંત રખોપું અને એ દ્વારા મનુષ્યત્વને પણ બ્રાહ્મી અવસ્થા સુધી પહોંચાડવું એ જ શબ્દબ્રહ્મની ચરમ સિદ્ધિ છે. કેવળ શબ્દબ્રહ્મની સાધના ગમે ત્યારે જડત્વ અને સંકુલતામાં પરિણમી શકે, પરંતુ શબ્દબ્રહ્મ પછી મનુષ્યબ્રહ્મનું બહુ ઊંચેરું સોપાન ચઢવાના પ્રયત્નોમાં અને એ પ્રયત્નોની કિંચિત્ અલપઝલપ પ્રાપ્તિમાં જ શબ્દબ્રહ્મના અસ્તિત્વની સાર્થકતા રહેલી છે. કેમ કે એ જ એનો હેતુ, બલ્કે એનું ઇષ્ટ અને પરમ અભીષ્ટ – Supreme good છે, શબ્દસાધનાના પગથિયેથી શબ્દબ્રહ્મના મુકામ સુધી પહોંચવું, ત્યાંથી માનવબ્રહ્મના સર્વોચ્ચ શિખરે આરોહણ કરવા માટે મથવું એ જ આપણા જેવા શબ્દના સર્વ વિનમ્ર, સંવેદનસમૃદ્ધ, નિશ્છલ બંદાઓનું પ્રથમ અને પરમ કર્તવ્ય છે અને બની રહો એવી ભદ્ર ભાવના સાથે સર્વને પુનઃ ભાવસભર સાદર પ્રણામ કરીને હું વિરમું છું. શિવાસ્તે પંથાનઃ।

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪૪
}}
18,450

edits