અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પક્ષહીનનો દેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં: ટૂંકું કર્મ...") |
(No difference)
|
Revision as of 11:45, 17 June 2021
અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં:
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં. ૧
નભ વચ્ચોવચ્ચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું; નવાઈ ન, એ દશા જો ના જ ટકી. ૨
પણ ઊંચા નભના સંચારી પક્ષીરાજ, તું આવ્યો આ,
ધરતી પર ત્યાંથી ઊડ પાછો, પક્ષહીનનો દેશ જ આ. ૩
ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં!
વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં! ૪
ગિરિશિખરે, ઘનમાં ને નભમાં ઊંચો તું ઊડશે જ્યારે,
સૂર્યબિંબથી સળગી ઉતરતા કર અંબાર વિશે જ્યારે. ૫
સુવર્ણપક્ષની જશે ભભક, તે સમય તુજ કીર્તિને,
જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને. ૬
નહીં ઉડાયે પોતાથી – પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ! નીકર રહીશું રોઈ. ૭