હાલરડાં/હાલરડું વા'લું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાલરડું વા'લું|}} <poem> બાળકને હાલરડું વા'લું! કાનકુંવરનું હાલ...") |
(No difference)
|
Revision as of 06:14, 4 March 2022
બાળકને હાલરડું વા'લું!
કાનકુંવરનું હાલરડું વા'લું,
મીઠા મોહનનું હાલરડું વા'લું.
છાનો મારા વીર, ભરી આવું નીર,
પછી તારી દોરી તાણું. - બાળકને૦
સાવ રે સોનાનું તારું પારણિયું ને
સોનાની સળીએ કાન,
હેતે નાખું તુંને હીંચકો
મારો ભૂદરો ભીને વાન. – બાળકને૦
જળ ભરીને આવું નિમેષમાં,
તાતે જળે નવરાવું,
રૂડે રૂમાલ લૂઈ કરીને પછી
ઊંડળ લઈ ધવરાવું. - બાળકને૦
ડાબા તે હાથમાં દોરડી ને
જમણા હાથમાં માળા,
ચપ કર ને તું છોકરા!
હવે મેલ્ય ધાવ્યાના ચાળા - બાળકને૦
કાઠા તે ઘઉંની રોટલી ને
માથે માળવિયો ગોળ,
ચોળી ખવરાવું તુંને ચૂરમું
પછી ઝુલાવું તારા હીંડોળ. - બાળકને૦
અટલસની તારી આંગડી ને
માથે નીલમની ટોપી,
મોટો રોપાવું તારો માંડવો
પરણાવું ગોકુળની ગોપી. - બાળકને૦
માથે મેવાડાં મોળિયાં ને
કુંડળ ઝળકે કાન,
મરકલડે જુગ મોહી રિયા
મારો કાનો ભીનલે વાન. – બાળકને૦
છાનો રે ચપ, છાનો રે ચપ,
પછી તારી દોરી તાણું. બાળકને હાલરડું વા'લું.
કાન કુંવરનું હાલરડું વા'લું!
મીઠા મોહનનું હાલરડું વા'લું!