હાલરડાં/હાલરડું વા'લું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હાલરડું વા'લું|}} <poem> બાળકને હાલરડું વા'લું! કાનકુંવરનું હાલ...")
 
No edit summary
 
Line 44: Line 44:
મીઠા મોહનનું હાલરડું વા'લું!  
મીઠા મોહનનું હાલરડું વા'લું!  
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બહુ વા’લો
|next = બાળા, પોઢો ને!
}}

Latest revision as of 06:26, 4 March 2022

હાલરડું વા'લું

બાળકને હાલરડું વા'લું!
કાનકુંવરનું હાલરડું વા'લું,
મીઠા મોહનનું હાલરડું વા'લું.

છાનો મારા વીર, ભરી આવું નીર,
પછી તારી દોરી તાણું. - બાળકને૦

સાવ રે સોનાનું તારું પારણિયું ને
સોનાની સળીએ કાન,
હેતે નાખું તુંને હીંચકો
મારો ભૂદરો ભીને વાન. – બાળકને૦

જળ ભરીને આવું નિમેષમાં,
તાતે જળે નવરાવું,
રૂડે રૂમાલ લૂઈ કરીને પછી
ઊંડળ લઈ ધવરાવું. - બાળકને૦

ડાબા તે હાથમાં દોરડી ને
જમણા હાથમાં માળા,
ચપ કર ને તું છોકરા!
હવે મેલ્ય ધાવ્યાના ચાળા - બાળકને૦

કાઠા તે ઘઉંની રોટલી ને
માથે માળવિયો ગોળ,
ચોળી ખવરાવું તુંને ચૂરમું
પછી ઝુલાવું તારા હીંડોળ. - બાળકને૦

અટલસની તારી આંગડી ને
માથે નીલમની ટોપી,
મોટો રોપાવું તારો માંડવો
પરણાવું ગોકુળની ગોપી. - બાળકને૦

માથે મેવાડાં મોળિયાં ને
કુંડળ ઝળકે કાન,
મરકલડે જુગ મોહી રિયા
મારો કાનો ભીનલે વાન. – બાળકને૦

છાનો રે ચપ, છાનો રે ચપ,
પછી તારી દોરી તાણું. બાળકને હાલરડું વા'લું.
કાન કુંવરનું હાલરડું વા'લું!
મીઠા મોહનનું હાલરડું વા'લું!