હાલરડાં/વીર! સૂઈ જા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વીર! સૂઈ જા|}} {{Poem2Open}} સૂઈ જા રે સૂઈ જા! કોડીલા કુંવર સૂઈ જા! લાડ...")
 
(No difference)

Latest revision as of 06:32, 4 March 2022

વીર! સૂઈ જા

સૂઈ જા રે સૂઈ જા! કોડીલા કુંવર સૂઈ જા! લાડકડા વીર સૂઈ જા!

તું રોઈશ તો તારી માતાજી મૂંઝાશે વીર! સૂઈ જા! - કોડીલા૦

તું રોઈશ તો તારા દાદાજી દુખાશે વીર! સૂઈ જા! – કોડીલા૦

તું રોઈશ તો તારા કાકાજી કચવાશે વીર! સૂઈ જા! – કોડીલા૦

તું રોઈશ તો તારી ફૈબા ફાળે જાશે વીર! સૂઈ જા! – કોડીલા૦

તને રામજી રમાડે, તને લક્ષ્મણજી લડાવે વીર! સૂઈ જા! - કોડીલા૦

તને સીતાજી સુવરાવે, તને જશોદાજી ઝુલાવે વીર! સૂઈ જા! – કોડીલા૦