અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''ઠૂમરી (ખમાચય)''}} દૃગ રસભર મોરે દિલ છાઈ રહી, છાઈ રહી, છલકાઈ રહી, —...") |
(No difference)
|
Revision as of 12:00, 17 June 2021
ઠૂમરી (ખમાચય)
દૃગ રસભર મોરે દિલ છાઈ રહી,
છાઈ રહી, છલકાઈ રહી, — દૃગo ૧
ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,
પલક પલટ અણખાઈ રહી; — દૃગo ૨
પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,
નવીન સુધા વરસાવી રહી. — દૃગo ૩
દુઃખી સુખી વળી વિધવિધ રંગી,
ખલકસુરંગ મચાવી રહી. — દૃગo ૪
ભીતર બાહેર ઉપર નીચે,
મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫