વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1,143: Line 1,143:


નભવિશાળપટ વીંધતા  
નભવિશાળપટ વીંધતા  
લાધ્યું દર્શન ક્રાન્ત,  
{{Space}}લાધ્યું દર્શન ક્રાન્ત,  
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત  
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત  
સભર પરસ્પર સંગમાં.
{{Space}} સભર પરસ્પર સંગમાં.


ઝળહળ વિદ્રુમલોકના  
ઝળહળ વિદ્રુમલોકના  
નિકટ થયા અણસાર,  
{{Space}} નિકટ થયા અણસાર,  
પૂર્ણ કર્યો અભિસાર
પૂર્ણ કર્યો અભિસાર
નીલ અભ્ર્રને માંડવે.
{{Space}} નીલ અભ્ર્રને માંડવે.


પવનપાવડી ઊતરી
પવનપાવડી ઊતરી
દિવ્યદેશને દ્વાર,  
{{Space}} દિવ્યદેશને દ્વાર,  
વિસ્મયનો વિસ્તાર  
વિસ્મયનો વિસ્તાર  
ઉમટ્યો અમિયલ આંખમાં.
{{Space}} ઉમટ્યો અમિયલ આંખમાં.


પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં  
પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં  
અડગ ઊભો પ્રતિહાર,  
{{Space}} અડગ ઊભો પ્રતિહાર,  
તરત કર્યો પ્રતિકાર
તરત કર્યો પ્રતિકાર
અટકાવ્યું રસજોડલું.
{{Space}} અટકાવ્યું રસજોડલું.


‘મરતલોકના માનવી!
‘મરતલોકના માનવી!
ઊભો રહેજે બ્હાર,
{{Space}} ઊભો રહેજે બ્હાર,
આ સ્થળ વિષે હમાર
આ સ્થળ વિષે હમાર
ચલત હકૂમત આકરી.’
{{Space}} ચલત હકૂમત આકરી.’


કરત અનુનય કિન્નરી
કરત અનુનય કિન્નરી
થતો પ્રાપ્ત ઇન્કાર,
{{Space}} થતો પ્રાપ્ત ઇન્કાર,
છેવટ વળ્યો કરાર
છેવટ વળ્યો કરાર
શરત સુણાવી રાયને.
{{Space}} શરત સુણાવી રાયને.


‘પ્રશ્ન સોળ પૂછું તને
‘પ્રશ્ન સોળ પૂછું તને
ઉત્તર આપ તમામ,  
{{Space}} ઉત્તર આપ તમામ,  
ખોલી દઉં સરિયામ
ખોલી દઉં સરિયામ
દિવ્યલોકના દ્વારને.’
{{Space}} દિવ્યલોકના દ્વારને.’


બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ :
બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ :


‘કોણ ચલાવત આયખું?
‘કોણ ચલાવત આયખું?
કોણ પરખતું રૂપ?  
{{Space}} કોણ પરખતું રૂપ?  
કોણ અગોચર કૂપ?  
કોણ અગોચર કૂપ?  
સુખદાયી પલ કૌન સી?
{{Space}} સુખદાયી પલ કૌન સી?


‘સાંસ ચલાવત આયખું
‘સાંસ ચલાવત આયખું
નૈન પરખતાં રૂપ,  
{{Space}} નૈન પરખતાં રૂપ,  
પ્રેમ અગોચર કૂપ  
પ્રેમ અગોચર કૂપ  
અધુના પલ સુખદાયિની.’
{{Space}} અધુના પલ સુખદાયિની.’


‘કોણ સમાયું શ્વાસમાં?  
‘કોણ સમાયું શ્વાસમાં?  
કોણ નેત્રનું નૂર?  
{{Space}} કોણ નેત્રનું નૂર?  
કૌન મૌત સે દૂર?
કૌન મૌત સે દૂર?
કિહાં સમાઈ શાશ્વતિ?’
{{Space}} કિહાં સમાઈ શાશ્વતિ?’


‘ધડકન બેઠી સાંસ મેં
‘ધડકન બેઠી સાંસ મેં
પ્યાર નયનનું નૂર,
{{Space}} પ્યાર નયનનું નૂર,
પ્યાર નયનનું નૂર,
સમય મૌત સે દૂર  
સમય મૌત સે દૂર  
તિમિર સમાઈ શાશ્વતિ.’
{{Space}} તિમિર સમાઈ શાશ્વતિ.’


‘નિકટ પડોસી કૌન સા?
‘નિકટ પડોસી કૌન સા?
કૌન વહંત અજસ્ર?
{{Space}} કૌન વહંત અજસ્ર?
કિયું અનોખું વસ્ત્ર?  
કિયું અનોખું વસ્ત્ર?  
સુંદિર કોણ સુહાવણું?’
{{Space}} સુંદિર કોણ સુહાવણું?’


‘નિકટ પડોસી રિક્તતા
‘નિકટ પડોસી રિક્તતા
પીડા વહત અજસ્ર,  
{{Space}} પીડા વહત અજસ્ર,  
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
ઇચ્છા સ્હજ સુહાવની.’
{{Space}} ઇચ્છા સ્હજ સુહાવની.’


‘દુઃખ કા કારન કૌન સા?  
‘દુઃખ કા કારન કૌન સા?  
કૌન પરમ હૈ લક્ષ્ય?  
{{Space}} કૌન પરમ હૈ લક્ષ્ય?  
કવણ વડું છે ભક્ષ્ય?  
કવણ વડું છે ભક્ષ્ય?  
કૌન બડી હૈ વંચના?’
{{Space}} કૌન બડી હૈ વંચના?’


‘દુઃખનું કારણ જન્મ છે
‘દુઃખનું કારણ જન્મ છે
મૌત પરમ હૈ લક્ષ્ય,
{{Space}} મૌત પરમ હૈ લક્ષ્ય,
આયુષ્ય કેવળ ભક્ષ્ય
આયુષ્ય કેવળ ભક્ષ્ય
હોવું એ જ પ્રવંચના.’
{{Space}} હોવું એ જ પ્રવંચના.’


તરત ઉઘાડ્યા દ્વારને
તરત ઉઘાડ્યા દ્વારને
પામ્યું યુગલ પ્રવેશ,  
{{Space}} પામ્યું યુગલ પ્રવેશ,  
દીઠો કિન્નર દેશ  
દીઠો કિન્નર દેશ  
ચકાચૌંધ ભઈ આંખડી.
{{Space}} ચકાચૌંધ ભઈ આંખડી.


કુસુમિત મઘમઘ વીથિકા
કુસુમિત મઘમઘ વીથિકા
અલબેલો વિસ્તાર,
{{Space}} અલબેલો વિસ્તાર,
તેજપુંજ વણઝાર
તેજપુંજ વણઝાર
ચહુદિશ જાણે ઊતરી.
{{Space}} ચહુદિશ જાણે ઊતરી.


મૌકિતકમંડિત મ્હેલનાં
મૌકિતકમંડિત મ્હેલનાં
દીપે ઝળળ ગવાક્ષ,
{{Space}} દીપે ઝળળ ગવાક્ષ,
કરતી નેત્રકટાક્ષ
કરતી નેત્રકટાક્ષ
લટકલચીલી રૂપસી.
{{Space}} લટકલચીલી રૂપસી.


રંગભવન રસપોયણું
રંગભવન રસપોયણું
ચંદનચર્ચિત ભોંય,
{{Space}} ચંદનચર્ચિત ભોંય,
જાણે તરતું હોય
જાણે તરતું હોય
અમૃતજળનાં સ્ત્રોવરે!
{{Space}} અમૃતજળનાં સ્ત્રોવરે!


હાથ પકડ કે લે ચલી
હાથ પકડ કે લે ચલી
રંક દેશનો રાય,
{{Space}} રંક દેશનો રાય,
કલરવ ગહન સુણાય
કલરવ ગહન સુણાય
ભીતર અંગેઅંગમાં.
{{Space}} ભીતર અંગેઅંગમાં.


હૃદય ભરે રસઘૂંટડા
હૃદય ભરે રસઘૂંટડા
નયન ફરે ઉદ્ગ્રીવ,
{{Space}} નયન ફરે ઉદ્ગ્રીવ,
પૂર્ણ ધરાયો જીવ
પૂર્ણ ધરાયો જીવ
અભર ભરાયું આયખું!
{{Space}} અભર ભરાયું આયખું!
</poem>
</poem>


{{Poem2Open}}
કવિ માટે એક જણ લીંબુનું શરબત લઈને આવ્યો. દીર્ઘ સબડકા ભરી કવિએ ગ્લાસ ખાલી કર્યો. દરમિયાન વિવેચકોએ અંદર અંદર કંઈક મસલત કરી, તેમાંથી ‘મધ્યકાલીન’ અને ‘આધુનિક’ એ બે શબ્દો કવિના કાને પડ્યા. છેક નાભિમાંથી ખોંખારો ખાઈ કવિએ ફરી દોર સાંધ્યો.
{{Poem2Close}}
<poem>
યૂં કર દિન બીતે બહુત
{{Space}} નિત્ય નિમજ્જનપર્વ,
પૂરણ કીધા સર્વ
{{Space}} અરસપરસના ઓરતા.
આખર ઝળહળ દાયરો
{{Space}} અબખે પડ્યો અપાર,
તુણ્ડિલ કરે વિચાર
{{Space}} એક દિવસ એકાન્તમાં.
યાદ કરી અર્ધાંગના
{{Space}} યાદ કર્યા દિન ચાર,
ઓસરતા અણસાર
{{Space}} પળમાં પાછા મેળવ્યા.
પૂછત નર સે કિન્નરી :
{{Space}} ‘ક્યૂ કર ભયો ઉદાસ?
કિસ બિધ કરું પ્રયાસ
{{Space}} દરિયા દેખન આંખ મેં?’
ઉત્તર દેતાં રાજિયો
{{Space}} વદ્યો નિમાણે મુખ :
‘કાબરચિતરું સુખ
{{Space}} સજની! અબ સહેવાય ના!’
‘રાગ બસંતી હું થયો
{{Space}} બંસી તું અણમોલ,
અબ તો ફૂંક અબોલ
{{Space}} અટકી ઊભી કંઠમાં,’
‘જીયો અજહુ ન લાગતો
{{Space}} તુમ ક્યા જાનો પીર?
ભીતર આજ અધીર
{{Space}} તડપન લાગી તુણ્ડિકા!’
‘મનુજલોકના માનવી
{{Space}} તુંથી ના પરખાય.
પરપોટા થઈ જાય
{{Space}} છોડી જળની જાતને.’
કિહાં હશે કામાયની?
{{Space}} બિછડ ગઈ પરછાંઈ!
યે કૈસી અંગડાઈ?
{{Space}} કરવટ બદલી કાયમી!
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>

Revision as of 05:18, 14 March 2022

3 Vinod Joshi Kavya Title.jpg


વિનોદ જોશીનાં કાવ્યો

સંપાદક: ઉત્પલ પટેલ




કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
                  કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
                  વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
                  અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
                  અખશરનાં અજવાળાં ઉપડાવજો;

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
                  ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
                  લેખી જોખીને વળતર વાળજો;

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
                  પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
                  પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
                  અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
                  પરથમ પૂજ્યાની લાજું રાખજો.

સખી ! હું સોળ વરસની થઈ...

પોઢણ દીધાં મલમલનાં
         ને નીંદર દીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;

અમથાં પીધાં ઝળઝળિયાં
         ને નજરું પીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;

વાવડ લીધા પડખામાં
         ને અટકળ લીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

સખી! મારો સાયબો...

સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
         હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.

એક તો માઝમ રાતની રજાઈ
         ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
         પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
         હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.

એમ તો સરોવરમાં બોળી ચાંચ
         ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
         એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
         હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.

ને સાયબો આવ્યો નંઈ!

દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
         સળિયું ભાંગીને રાત કાઢી,
                  ને સાયબો આવ્યો નંઈ!

સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
         અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાંઘોર
         અને વેણી ગૂંથું તો પડે ફોડલા;

દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
         પાંપણ લૂછીને રાત કાઢી
                  ને સાયબો આવ્યો નંઈ!

ઓશીકે ઊતરીને આળોટી જાય
         મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
         તરે ઓશિયાળા આંસુની હોડલી;

દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
         પાંગત છોડીને રાત કાઢી,
                  ને સાયબો આવ્યો નંઈ!

તું જરાક જો તો, અલી!

તું જરાક જો તો, અલી!
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી

ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;

હું હવા વગર હલબલી!

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;

હું મટી ગઈ મખમલી!

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;

હું તળિયામાં છલછલી!

આ રીતે મળવાનું નંઈ!

જો, આ રીતે મળવાનું નંઈ!
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
                  આ રીતે ભળવાનું નંઈ!

પાંદડી ગણીને તને અડક્યો, ને
         મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
         એક એક રૂંવાડે પાડે તું ધાડ;

છીંડું તો હોય, તેની ઊભી બજારેથી
          આ રીતે વળવાનું નંઈ!

એમ કાંઈ એવું કહેવાય નહીં,
કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
જેમ કે અનેક વાર તારામાં
ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;

જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને
                  આ રીતે દળવાનું નંઈ!

પરપોટો ઊંચકીને

         પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
                   હવે દરિયો લાવું તો કેમ લાવું?

વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
         ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડ્યમાં
         તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;

વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
         હવે અમથી આવું તો કેમ આવું?

નખની નમણાશ મારી એવી કે
         પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
         પછી એનાંથી હું જ ઓલવાતી;

ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
         હવે સૂરજ વાવું તો કેમ વાવું?

કૂંચી આપો, બાઈજી!

કૂંચી આપો બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી?

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?

ખડકી ઉઘાડી હું તો

         ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
         મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
         આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
         લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
         સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
         દઈ પડછાયે ટેકો સૂનકારમાં..

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
         નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
         સાવ નોંધારી થઈને ભણકારમાં...

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
         રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
         હવે અમથી ઊભી’તી એંકારમાં
         હજી અડધે ઊભી’તી એંકારમાં...
         મુંને ઉંબર લઈ ચાલ્યો...

ઝાલર વાગે જૂઠડી

         ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી.
         ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

         આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
         હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

         નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
         આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

         ધીમે ધમે રે નખ ઑગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
         ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.

એણે કાંટો કાઢીને

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
         હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો
         અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
         ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
         મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
         હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
         પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
         કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ...

થાંભલીનો ટેકો

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે..

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
કાળજડું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે.

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી;
ઊગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે.

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી;
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ,
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?

ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?

છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

હો...પિયુજી!

વાંકી રે કેડી ને વાંકી મોજડી
વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી!

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા
કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં
સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

પ્રોષિતભર્તૃકા

આછાં આછાં રે તળાવ,
રે એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ...

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...

કારેલું... કારેલું

કારેલું... કારેલું... મોતીડે વઘારેલું
સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું;

વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;

સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું,
કારેલું..કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં,
અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;

ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

તો અમે આવીએ

આપી આપીને તમે પીછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ...

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
          ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
          અમે ઉંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો,
સજન! નાતો આપો તો અમે આવીએ...

કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
          અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
          અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો,
સજન! આંખો આપો તો અમે આવીએ...

કાચી સોપારીનો કટ્ટકો

એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો...

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
          કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી
          લિખિતંગ કોનાં છે નામ?

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો...

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
          નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
          આંગણમાં રોપાતી કેળ!

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન
એક કાચી સોપારીનો...

સૂડી વચ્ચે સોપારી

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
         કબણી દે ધતૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
         પાલવમાં ઢબૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને..
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
         ચડ્યો રે ડટૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...

વચળી ફળીમાં

વચલી ફળીમાં એક ખોરડું જી રે
પાછલી પછીત બારોબાર માણારાજ...

ઈ રે પછીતે એક જાળિયું રે
જાળિયાની પછવાડે,
હેઈ... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
એનઘેનમાં રે! જેમ લીંબુડી ઝૂલે;

જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે
કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ...

લીલા તે સાગનો ઢોલિયો રે
ઢોલિયાની પાંગતમાં,
હેઈ... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે
રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે;

ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે
ધોરિયામાં છલકાતી ધાર માણારાજ....

સાત હાથ સીંચણ

સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
પાણિયારાં પડ્યાં ખાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
ભાદરવે ભમરાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
આવી આવીને ખરે પાંપણથી ડૂમો
કંમખામાં ઢેલ પાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
પડખે ચડીને એક પરદેશી ઊભો
ઓશિયાળી મુંને ભાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો
કેમ જાવા દઉં ઠાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો
હું નકરી નખરાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં
અંજવાળે ભરી થાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
મોતી વીણીને મને સાગમટે દીધાં
આંખડી એવી ઉલાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
પાછી વળીને પછી આડબીડ ઊપડી
જાણતલનો હાથ ઝાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...

કૂવાકાંઠે

સોળ સીંચણ બાર બેડલાં રે
          કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડૂલે ઊગ્યો ચાંદલો ને
          કિયે ભમ્મર કાળી કાળી રાત;

બોલે ગોરાંદે બોલે સૈયરું રે
          કાંઈ બોલે પાડોશણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
          કોણે લીધા ઉજાગરાના ભાર;

કૂણાં કાંડા ને કેડ્ય પાતળી રે
          પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નીરખે રે
          હેલ્ય મોતીડે અભરે ભરાય;

ભારી જોબન ભારે ઝાટકા રે
          સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
          અણજાણ્યાં અદીઠાં વાગે તીર;

આઘી શેરી ને આઘી ઓસરી રે
          આઘે આઘે બુઝારે બેઠો મો૨,
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
          મારી સગી નીંદર કેરો ચોર?

રે વણઝારા

રે વણઝારા!
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ
મને બદલામાં વેણી લઈ આપ.

પાથરણાં આપું તને આપું પરવાળાં;
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં;

રે વણઝારા!
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઈ આપ.

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા;

રે વણઝારા!
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઈ આપ.

ફાંસ જરા શી વાગી ગઈ

ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
         ખટકે છે કંઈ અંદર અંદર,
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
         અટકે છે કંઈ અંદર અંદર;

મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા
         સાન કરી છેતરશે એને,
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું
         ભટકે છે કંઈ અંદર અંદર;

ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે...
         દરિયાદરિયા ઉમટ્યા છે કંઈ,
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું
         છટકે છે કંઈ અંદર અંદર;

રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ
         તૂટે ઘરનો મોભ સામટો,
કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં
         બટકે છે કંઈ અંદર અંદર;

બારસાખમાં આસોપાલવ ‘કોક’ બનીને મ્હોરે,
         શ્રીફળ પછી વધેરો,
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને
         લટકે છે કંઈ અંદર અંદર.

મને ભૂલી તો જો !

મને ભૂલી તો જો!
તેં જ મને તારામાં પૂર્યો
         એ વાતને કબૂલી તો જો!

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તુંય હજી આંજે અણસાર
અને મારામાં હુંય ભરું ડાયરો;

પોપચાંનું અંધારું ઓઢીને
         પોયણામાં ખૂલી તો જો!

છેટે રહેવાથી નહીં ટાળી શકાય
મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને
થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો;

હોઠના હિસાબ હશે હૈયામાં,
         કોક દિ’ વસૂલી તો જો!

સંકેલી લેશું ચોપાટને

હવે સમજ્યાં આ સોગઠાંની જાતને,
         સખી! અમે સંકેલી લેશું ચોપાટને...

કેટલીયે રાત કરી કાળી
         ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં,
માંડેલા દાંવ અમે માંડ્યાં’તા માંડ
          પછી પગડે બેઠાં ને તોય રોયાં;

હવે પડતી મેલીશું પંચાતને,
          સખી! અમે સંકેલી લેશું ચોપાટને...

આંસુ હાર્યાં ને પછી હાર્યાં અણસાર
          એક કળતર જિતાઈ ગયું કાળું,
આંખો તો સૂનમૂન સપનાની ઓરડી
          ને ઉપર ઉજાગરાનું તાળું;

હવે જીરવશું જીવતરની ઘાતને,
          સખી! અમે સંકેલી લેશું ચોપાટને...

પટેલ-પટલાણી

પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
ઉગમણું ઘર અવાવરું આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું

અમથો નક્કર ફાડિયું હમણાં ઢીલો ઘેંશ,
બેઠો વરવે વેશ એને માદળિયે કાંઈ મૂંઝાવ્યો;

થોભો દઈને ઉંબરે બેઠો રબ્બર દેહ,
પંપાળે સંદેહ એની આંગળિયુંમાં ઓરતા;

જમણે હાથે ખોતરે જોખમવંતો કાન,
ખરતું કેવળજ્ઞાન આ તો માદળિયાનો મામલો;

ઓસરિયું કાંઈ અણોહરી ને રાંધણિયું ભેંકાર કે માગે માદળિયું
પટલાણીને રગ રગ મ્હોર્યો અણદીઠો એંકાર કે માગે માદળિયું
પટેલ પૂરા તળિયાઝાટક પટલાણી ચિક્કાર કે માગે માદળિયું

પટલાણીવટ જોઈને અખંડ વ્યાપ્યો કાળ,
ઊભી થઈ તતકાળ ફેં ફેં મૂછો ફાંકડી;

ફૂટ્યો ફાંગી આંખમાં ફળફળતો તેજાબ,
ઉપરથી પીધી રાબ એના ખોંખારે ઘણ ધ્રોડિયાં;

ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર,
જામ્યો જયજયકાર એના પંચાળે પડઘા પડે;

પટલાણીને સોંસરમોંસર પેઠી વેરણ ફાળ કે માગે માદળિયું
પડતું મેલ્યું પિયરિયું ને વળતાં લીધો ઢાળ કે માગે માદળિયું
પરપોટામાં પડી ગયો રે ઘોબો અંતરિયાળ કે માગે માદળિયું

હાં હાં પટલ ખમા કરો અણસમજ્યાની આણ,
હું પાદરનું છાણ ને તમ પારસ પીપળો;

આંખે ઝૂલે ચાકળા કાંધી તોરણ મોર,
ઢૂંક્યો રે કલશોર હવે ઢાળો માઝમ ઢોલિયો;

પોચી પોચી રાતડી ચાંદો અફલાતૂન,
પટલાણી સૂનમૂન એને હઈડે વાગે વાંસળી;

ચપટીક ઓરી લા..પસી ને અધમણ કરી કુલેર કે વાગે વાંસળિયું
પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું
લીલો ઘોડો છૂટી ગયો ને પડી રહી સમશેર કે વાગે વાંસળિયું

ઘચ્ચ દઈ

ઘચ્ચ દઈ દાતરડું ઝિંક્યું કપાસ કેરે છોડ,
ફૂટ્યો પાનેતરનો તાંતણો...

સૈયર આણીપા આવ્ય સૈયર ઓલીપા આવ્ય,
ઓલ્યું દખણાદું ગામ હવે પાદરમાં લાવ્ય;
ઘચ્ચ દઈ...

ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,
ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય;

મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય;
ઘચ્ચ દઈ...

ઘેરા ઘેરા ઘેઘૂર આખે આખા કે ચૂર,
પાસે પાસે કે દૂર ગમે તેવા મંજૂર;

હું તો વીંઝાતી જાઉં હું તો વીંધાતી જાઉં,
હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં;
ઘચ્ચ દઈ...

હાથે કરીને

હાથે કરીને અમે અજવાળાં માગ્યાં
         હવે અંધારાં બાર ગાઉ છેટાં...

આમ તો પરોઢ સાવ પોચું કે
          ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
          અડે મખમલિયા વાયરાઓ ઠાલા;

સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ
          સપનાના હોય નહીં નેઠા...

મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય
          અંજળની વાત હોય છાની,

સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
          ભીતરમાં કેદ હોય વાણી;
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
          ઉઘાડી આંખ કરી બેઠાં...

ઝેરી કાળોતરો

ઝેરી કાળોતરો ડંખે રે!
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
         આરપાર શેરડીનો સાંઠો રે લોલ...

વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;

પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે!
હજી તાણો આ રેશમની ગાંઠો,
         તાણો આ રેશમની ગાંઠો રે લોલ...

વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!

નીતરતું ઘેન મારે અંગે રે!
કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
         છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ...

તને ગમે તે

તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!

તું ઝાકળનાં ટીપાં વચ્ચે
         પરોઢ થઈ શરમાતી,
હૂં કૂંપળથી અડું તને
         તું પરપોટો થઈ જાતી;

તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’
તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?

તારા મખમલ હોઠ ઉપર
         એક ચોમાસું જઈ બેઠું,
ઝળઝળિયાં પહેરાવી
         એક શમણું ફોગટ વેઠું;

તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને!
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!

ECSTASY

ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
પ્રચંડ દ્રુત ૐ ઝબાક્ઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ
ઊડે, ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને
ધમે ધમણ હાંફતાં હફડ ઘૃર્જટિ ઝાડવાં.
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો,
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,
છળે, છળી લળે, ઢળે વળી પળે પળે ઑગળે.
અચાનક ધડામ ઘુમ્મડ ખબાંગ ખાંગો થતો,
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્નસે,
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વેસ.

પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર

વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.

અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ,
ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.

મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય,
વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.

કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા,
ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા.

હું ચંદનનાં લાકડાં હું વિનિયાની લાશ,
મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.

હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન,
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં.

‘શિખંડી’નો અંશ

(ખંડ : ૨)


પ્રવક્તા :

ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે,
સમયપિંડ અખંડ જતો વધ્યે;
ભીષણ યુદ્ધ પછી અવસાદમાં,
વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા!

ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ,
ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;
બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,
નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં.

અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી;
ઇષત્ક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું!
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું!

ખળભળે અવિરામ અશાતના,
પળેપળે પ્રસરી રહી યાતના
સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,
તહીં શિખંડી જ સન્મુખ દીસતો!

ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,
ઉડુગણ તણી આંખો થાતી અવાચક, રાત્રિયે
લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી,
ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં!
અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં,
સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી!
નક્ષત્રોથી અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ!
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.

અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના
પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના;
નિકટ જોઈ શિખંડી વિહાસતો,
અનુભવે ક્ષણમાં શીય વેદના!

નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,
ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી;
આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ -અસ્વીકૃતા
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’

સડસડાટ પસાર થઈ જતી,
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;
સ્મરણની લઈ ટેકણલાકડી,
સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.

ભીષ્મ :
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું,
રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું;
કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ,
હજી નિકટ આવ, આવ પ્રિય, હે શિખંડી! હજી...

પળનું પગલું દબાવતું,
પળમાં મોત અહીં પહોંચશે;
ઝબકી ઝબકી ડરાવતો,
હમણાં કાળ અહીં ઝળૂંબશે.

મુજ પ્રતિ પ્રિય! ઉન્નતભ્રૂ ન થા,
સજળ નેત્ર મહીં છલકે કથા;
અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને,
ન અવ શક્ય જ સંઘરવી વ્યથા.

ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં,
આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય! અંબા;
ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી!
વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ!

પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ,
ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના;
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને,
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને.

તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદતચિત્તા,
ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ;
તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય,
કર્તવ્યમૂઢ અધમાધમ હું જ, હાય!

શરણ અવશભાવે માહરું તેં લહ્યું ’તું,
રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું ’તું;
પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે,
અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે!

લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો,
લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં;
એવું એવું ક્ષણાર્ધે નિમીલિતદૃગથી મેં વિલોકી જ લીધું,
રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્ત્વ જાણી જ લીધું!

રહ્યું ન કશું ભાનસાન પ્રિય! ડૂબતો હું ગયો,
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે!’
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને,
ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને.

અયુત યૌવનશ્રીથી રહ્યો અને,
મુજ પિતાસુખ કાજ દહ્યો મને;
વશ કર્યો નિજ દેહ દમી દમી,
જીવિતમાં ન મળ્યું અદકું અમી!

રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે,
તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી!
પ્રથમ પરણ્યાની શી આલિંગતી મૃદુ સંસ્કૃતિ,
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ?

દૃગ પરોવી દૃગે નવ જોયું તેં,
ન મુજ ભાવ કળી શકી બંધને;
પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી,
પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી.

ઝણણ ઝાલર કોઈ ઝણેણતી.
પલકમાત્ર સકંપ અનુભવી;
સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને,
ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.

તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી;
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,
શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો.

મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,
થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે;
અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,
ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું!

આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,
તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં;
અદ્યાપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા!
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા!

સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને
આયુધ એક પછી એક મને જ તાક્યાં;
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,
અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા!

ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,
વીત્યું કેવું જીવિત સઘળું! અર્થ આયુષ્યનો શું?
બબ્બે જન્મો તુંય તરફડી દીપ્ત વૈરાગ્નિ મધ્યે,
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું!

નિકટ બેસી પસાર લલાટને,
દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે;
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ
કર અનુગ્રહ શીતળતા ભર્યો !

પ્રવક્તા :

છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં,
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં;
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું,
અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું!

૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે.

લચકતી ડગ માંડતી શર્વરી,
નભ વિશાળ પટે જતી નર્તતી;
મદભર્યા પદતાલ પરે થતા,
ઉર વિદારી વિલોપિત તારકો.

સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં,
ક્ષણો રહી ઝૂલતી આમતેમ;
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં,
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા!

‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ

ઑડિયન્સમાંથી એક દારૂડિયો ‘હાય! મર જાઉં!’ કહી ડોલતો ડોલતો ઊભો થયો. બે જણાં બાવડું પકડી એને બહાર લઈ ગયા. પાછા આવ્યા એટલી વારમાં તો કવિએ વાર્તાનો બીજો તંતુ આરંભી દીધો.

રાજા તુણ્ડિલ એકલો
          ઇધરઉધર અથડાય,
કરતો જાય વિચાર
          પૂછે અપને આપ કો :

‘ક્યા સે ક્યા મૈં હો ગયા
          તરછોડી ઘરનાર,
કવણ કરું ઉપચાર
          અસહ વિરહ વામા તણો.’

‘અનુનયભીની આંખમાં
          ઝાંક્યો નહીં જ લગાર,
કૈસો મૈં ભરથાર
          અધવચ મેલી એકલી!’

‘કાપ્યું કંચન કાળજું
          નાથ્યાં નરવાં વેણ,
તોડ્યું અમરતરેણ
          અબુધ અભાગી આયખું.’

સ્મરત અપન બાઘાઇ કો
          કોસ રહ્યો કરતૂત,
સમજદાર સંભૂત
          કિન્હી દેર દિમાગને.

સહસા ઠેબું વાગતાં .
          ચિત્તતંત્ર અવરુદ્ધ,
ભયો રાય બેશુદ્ધ
          સાવ અજાણી વાટમાં

ઢગલો થઈ કાયા ઢળી
          મોઢે ફહફહ ફીણ,
શ્વસન જણાયું ક્ષીણ
          મોત ફરે મસ્તિષ્કમાં.

પ્રહર ગયો દિન બે ગયા
          કોઈ ન ફરક્યું પાસ,
તરફડ છેલ્લા શ્વાસ
          તડપે છાતી તોડવા.

ક્ષણેક વિરામ લઈ કવિએ નાટકીય ઢબે ‘સ્ટ્રોક’ મારી લલકાર્યું :

ત્યાં જ અચિંતો કોઈનો
          અડક્યો શીતળ હાથ,
તરત ઉત્તર ગઈ ઘાત
          અપલક પલક્યાં પોપચાં.

કનકવરણ કો કિન્નરી
          ઊભી સમીપ જણાય,
પરિમલરજ પથરાય
          મંદ મલયમુસ્કાનથી.

મદભર નેણ નચાવતી
          બોલી મંજુલ વેણ :
‘હે નર, સુનિલ સુષેણ!
          કવણ પરિચય તાહરો?’

‘તુણ્ડિલપુરનો રાજવી
          રા’તુણ્ડિલ છે નામ,
કરી મુફ્ત બદનામ
          સભર-સુધારસ ભામિની.’

‘નષ્ટભ્રષ્ટ મતિ માહરી
          વિતથ ધર્યો ઉન્માદ,
ભયો ક્રૂર સૈયાદ
          ટૂંપ્યો કોકિલકંઠને.’

‘તિતરબિતર તનટૂકડો
          હશે રઝળતો ક્યાંય,
ક્યાં લગ તડકાછાંય
          ઝેલે કાયા કુમળી?’

કવિ મૂંઝાયા. વાત કેમ આગળ લઈ જવી તે સૂઝતું નહોતું, પણ તોય એમણે પરાણે ગાડી હંકારી.

મરક મરક હસતી રહી
          વદી ન એકકે વેણ,
ફરી નચાવ્યાં નેણ
          અંતર ઊઠ્યા ઓરતા.

કિસલયકૂણાં ટેરવે
          ક્ષણભર ધરી ચિબૂક,
સોચી રહી કશુંક
          પળમાં લાધ્યો પેંતરો.

પવનપાવડી આ ગઈ
          દિયા બિઠાઈ નૃપ,
જૈસે હો તદ્રૂપ
          બેઠ ગઈ પડખે ચડી.

સર સર વાયુ વીંધતું
          શરગતિ ઊઠ્યું યાન,
કીધી ઊર્ધ્વ ઉડાન
          નભમંડળમાં સોંસરી,

ઝીણી ઝલમલ પામરી
          અંગ હિલોળાં ખાય,
રાજા ડગમગ થાય
          ઝટપટ ઝાલે બાવડું.

નેહ ઝરે નેણાં થકી
          અધર સ્મિતનો ચાપ,
બિના બાત સંલાપ
          કરન લગે નરકિન્નરી.

હસિત હતી રોમાવલિ
          ગહન સ્પર્શ સંભૂત,
ઉભય કોઈ અદ્ભુત
          ચિત્ર અગોચર ચીતરે,

યુગલ ભયું અવકાશમાં
          દૃઢ આલિંગનબદ્ધ,
સુરતરાગ ઉપલબ્ધ
          સહજસુલભ એકાન્તમાં.

મરતલોકનો માનવી
          દિવ્યલોકની નાર,
એક થઈ આકાર
          ગગનગેબમાં ઘૂઘવ્યાં.

નભવિશાળપટ વીંધતા
         લાધ્યું દર્શન ક્રાન્ત,
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત
          સભર પરસ્પર સંગમાં.

ઝળહળ વિદ્રુમલોકના
          નિકટ થયા અણસાર,
પૂર્ણ કર્યો અભિસાર
          નીલ અભ્ર્રને માંડવે.

પવનપાવડી ઊતરી
          દિવ્યદેશને દ્વાર,
વિસ્મયનો વિસ્તાર
          ઉમટ્યો અમિયલ આંખમાં.

પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં
          અડગ ઊભો પ્રતિહાર,
તરત કર્યો પ્રતિકાર
          અટકાવ્યું રસજોડલું.

‘મરતલોકના માનવી!
          ઊભો રહેજે બ્હાર,
આ સ્થળ વિષે હમાર
          ચલત હકૂમત આકરી.’

કરત અનુનય કિન્નરી
          થતો પ્રાપ્ત ઇન્કાર,
છેવટ વળ્યો કરાર
          શરત સુણાવી રાયને.

‘પ્રશ્ન સોળ પૂછું તને
          ઉત્તર આપ તમામ,
ખોલી દઉં સરિયામ
          દિવ્યલોકના દ્વારને.’

બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ :

‘કોણ ચલાવત આયખું?
          કોણ પરખતું રૂપ?
કોણ અગોચર કૂપ?
          સુખદાયી પલ કૌન સી?

‘સાંસ ચલાવત આયખું
          નૈન પરખતાં રૂપ,
પ્રેમ અગોચર કૂપ
          અધુના પલ સુખદાયિની.’

‘કોણ સમાયું શ્વાસમાં?
          કોણ નેત્રનું નૂર?
કૌન મૌત સે દૂર?
          કિહાં સમાઈ શાશ્વતિ?’

‘ધડકન બેઠી સાંસ મેં
          પ્યાર નયનનું નૂર,
સમય મૌત સે દૂર
          તિમિર સમાઈ શાશ્વતિ.’

‘નિકટ પડોસી કૌન સા?
          કૌન વહંત અજસ્ર?
કિયું અનોખું વસ્ત્ર?
          સુંદિર કોણ સુહાવણું?’

‘નિકટ પડોસી રિક્તતા
          પીડા વહત અજસ્ર,
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
          ઇચ્છા સ્હજ સુહાવની.’

‘દુઃખ કા કારન કૌન સા?
          કૌન પરમ હૈ લક્ષ્ય?
કવણ વડું છે ભક્ષ્ય?
          કૌન બડી હૈ વંચના?’

‘દુઃખનું કારણ જન્મ છે
          મૌત પરમ હૈ લક્ષ્ય,
આયુષ્ય કેવળ ભક્ષ્ય
          હોવું એ જ પ્રવંચના.’

તરત ઉઘાડ્યા દ્વારને
          પામ્યું યુગલ પ્રવેશ,
દીઠો કિન્નર દેશ
          ચકાચૌંધ ભઈ આંખડી.

કુસુમિત મઘમઘ વીથિકા
          અલબેલો વિસ્તાર,
તેજપુંજ વણઝાર
          ચહુદિશ જાણે ઊતરી.

મૌકિતકમંડિત મ્હેલનાં
          દીપે ઝળળ ગવાક્ષ,
કરતી નેત્રકટાક્ષ
          લટકલચીલી રૂપસી.

રંગભવન રસપોયણું
          ચંદનચર્ચિત ભોંય,
જાણે તરતું હોય
          અમૃતજળનાં સ્ત્રોવરે!

હાથ પકડ કે લે ચલી
          રંક દેશનો રાય,
કલરવ ગહન સુણાય
          ભીતર અંગેઅંગમાં.

હૃદય ભરે રસઘૂંટડા
          નયન ફરે ઉદ્ગ્રીવ,
પૂર્ણ ધરાયો જીવ
          અભર ભરાયું આયખું!

કવિ માટે એક જણ લીંબુનું શરબત લઈને આવ્યો. દીર્ઘ સબડકા ભરી કવિએ ગ્લાસ ખાલી કર્યો. દરમિયાન વિવેચકોએ અંદર અંદર કંઈક મસલત કરી, તેમાંથી ‘મધ્યકાલીન’ અને ‘આધુનિક’ એ બે શબ્દો કવિના કાને પડ્યા. છેક નાભિમાંથી ખોંખારો ખાઈ કવિએ ફરી દોર સાંધ્યો.

યૂં કર દિન બીતે બહુત
          નિત્ય નિમજ્જનપર્વ,
પૂરણ કીધા સર્વ
          અરસપરસના ઓરતા.

આખર ઝળહળ દાયરો
          અબખે પડ્યો અપાર,
તુણ્ડિલ કરે વિચાર
          એક દિવસ એકાન્તમાં.

યાદ કરી અર્ધાંગના
          યાદ કર્યા દિન ચાર,
ઓસરતા અણસાર
          પળમાં પાછા મેળવ્યા.

પૂછત નર સે કિન્નરી :
          ‘ક્યૂ કર ભયો ઉદાસ?
કિસ બિધ કરું પ્રયાસ
          દરિયા દેખન આંખ મેં?’

ઉત્તર દેતાં રાજિયો
          વદ્યો નિમાણે મુખ :
‘કાબરચિતરું સુખ
          સજની! અબ સહેવાય ના!’

‘રાગ બસંતી હું થયો
          બંસી તું અણમોલ,
અબ તો ફૂંક અબોલ
          અટકી ઊભી કંઠમાં,’

‘જીયો અજહુ ન લાગતો
          તુમ ક્યા જાનો પીર?
ભીતર આજ અધીર
          તડપન લાગી તુણ્ડિકા!’

‘મનુજલોકના માનવી
          તુંથી ના પરખાય.
પરપોટા થઈ જાય
          છોડી જળની જાતને.’

કિહાં હશે કામાયની?
          બિછડ ગઈ પરછાંઈ!
યે કૈસી અંગડાઈ?
          કરવટ બદલી કાયમી!