સૌરાષ્ટ્રની રસધાર-4/દેહના ચૂરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 201: Line 201:
'''રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,'''
'''રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,'''
'''ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.'''
'''ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.'''
</center>
</Poem>
</Poem>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.]
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.]
Line 211: Line 211:
'''રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,'''
'''રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,'''
'''છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!'''
'''છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!'''
</center>
</Poem>
</Poem>
</center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!]
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!]
Line 226: Line 227:
[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.]

આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો :
આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો :
{{Poem2Open}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 237: Line 238:
આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો.
આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો.
રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે —
રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે —
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 245: Line 247:
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?]
[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?]
*
<center>*</center>
કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું.

સ્વામી પૂછે છે : “આ શું થયું?”
સ્વામી પૂછે છે : “આ શું થયું?”
Line 262: Line 264:
પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!”
પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!”
અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી, એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂપ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ.

સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો.
સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો.
ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલીચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા! કા! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે!

'''ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે,'''
'''કે’ને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી?'''
</center>
</poem>
{{Poem2Open}}
[હે કાગડા, તું આ વન વીંધીને ક્યાંથી આવે છે? તેં કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે કુંવર જઈને ઊતરી છે, હે કાગારાણા? મારી કુંવરને તું પિછાને છે?]
{{Poem2Close}}
<poem>
<center>
'''પાતળપેટાં, પીળરંગાં, પસવને પારે,'''
'''કુંવર કુંપો કાચનો, ઊતર્યાં કિયે આરે?'''
</center>
</poem>
{{Poem2Open}}
[પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે; રંગ તો ચંપકવરણો પીળો છે; પસવ નામના પ્રાણી જેવી સુંવાળી તો એની કાયા છે; કાચના શીશા સરખી નાજુક છે; એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે કાગારાણા?]
અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે —
{{Poem2Close}}
<poem>
<center>
'''ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,'''
'''કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.'''
</center>
</poem>
{{Poem2Open}}
રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથપગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહિ થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો!
કૉ! કૉ! કૉ! કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઊડી ગયો, અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાંનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચાં બિડાતાં નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે.
{{Poem2Close}}
<poem>
<center>
'''રાણા જોને રાત, પૃથવીને પોરો થયો,'''
'''(પણ) ન સૂવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું.'''
</center>
</poem>
{{Poem2Open}}
[હે રાણા, આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે. નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સરજાયા છે.]
અને હાય રે! આ બધાં વીતકો ક્યાંથી વીત્યાં? મેં શા માટે ડાંગર, માંઢિયું ને ડોળિયું જેવાં વતનનાં ગામડાં મૂકીને આ ગીરના મારગ લીધા?
{{Poem2Close}}
<poem>
<center>
'''આછર પાણી આંબડે, ચરવા કંકોળેલ કાસ,'''
'''મેયુંને નો મેલાવિયેં, ડોળેસરનો વાસ.'''
</center>
</poem>
{{Poem2Open}}
[આંબડા કૂવાનાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ : એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો?]
હાડકાંના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે. હવે પોતાના પ્રાણ ઝાઝા દિવસ ટકશે એવી એને આશા નથી. પોતાની પથારી વીંટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વીનવે છે કે ‘માતાજિયું! હવે તમે તમારે માર્ગે ચડી જાઓ, કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો. હું તો હવે તમને સાચવી નહિ શકું.’
પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જાતી. એનો ચારનારો પથારીએ પડ્યો છે. એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠેય પહોર ચોકી કરે છે.
રાત પૂરી થવા આવી છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. રાત્રિ જાણે કોઈ જુગજુગની વિજોગણ હોય અને એના કાળાભમ્મર કેશ વીખરાઈ પડ્યા હોય એવું અંધારું આખી ગીર ઉપર પથરાયું છે. એવે પરોડિયે જાણે તારોડિયા, ઝાડવાં ને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સાંભળવા માટે ટાંપીને બેસી રહ્યાં છે. પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે. કુંવર! કુંવર! કુંવર! એવા ઉચ્ચાર ચાલે છે, અને સૂતેલા રાણાને કાને કાગાનીંદરમાં ભણકારા આવે છે : ‘રાણા! રાણા! રાણા!’
ઝબકીને જાગ્યો : “કોણ ઈ?”
સામે હાડપિંજરે જવાબ દીધો : “હું કુંવર!”
બન્ને જણાં સપનામાં હોય તેમ સામસામાં મીટ માંડી રહ્યાં. જુએ છે, પણ મનાતું નથી : અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડપિંજરો સૂમસામ ઊભાં રહ્યાં.
પરોઢની કિરણ્યો ઊઘડી. બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા. રાણાએ કુંવરનું ઉઘાડું, ઓઢણા વિનાનું અંગ દીઠું.
“અરર! કુંવર, આ શું!’
{{Poem2Close}}
<poem>
<center>
'''(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી કોણે ચોડિયાં?'''
'''કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.'''
</center>
</poem>
{{Poem2Open}}
[તારા ફૂલ સમા દેહ ઉપર, ઓ ચભાડ જાતના આહીરની દીકરી, આ ડામ કોણે દીધાં? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે તારી કાયા બગાડી?]
“અને રાણા! તારે શરીરે આ શું થયું?” આંસુભરી આંખે કુંવરે પૂછ્યું.
“કાંઈ નહિ, કાંઈ નહિ, આપણા બેયનાં કાળલગ્નની આ તિથિ આવી. બેયને વિધાતાએ પીઠી ચોળી દીધી છે. વાહ આપણાં રૂપ! જગતનાં કયાં જોડલાં આવાં રૂપાળા હતાં!”
“રાણા! ભાગીને આવી છું. પણ મરવા આવી છું. લગન કરીને ઘરસંસાર માંડવા નથી આવી હો!”
“હું સમજું છું, કુંવર! આ ભવમાં ઘરસંસાર હવે મંડાઈ રહ્યા. હવે છેલ્લે ક્યારે પાણી છે. જીવવા સારુ ભેળાં થવાય નહિ. આવ, બેસ, બથ ભરીને મરવા દે.”
“હાં! હાં! રાણા! હાડકાં ખડખડી પડશે.”
{{Poem2Close}}
<poem>
<center>
'''રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહિ,'''
'''હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
બંનેએ પરસ્પર આલિંગન લીધાં. થોડી વારે બન્નેનાં ખોળિયામાંથી ભીંસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડાં જેવાં બે શરીરો સામસામાં બથમાં ભીંસાઈને વળગી રહ્યાં.
<center>*</center>
આ રીતના મૃત્યુની બીનાનો, મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે. તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે —
રાણો સોડ્ય તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી. એણે ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો. પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સૂતાં સૂતાં જ કહ્યું : “હવે રેવા દ્યો ને, માવડી!”
‘માવડી’ શબ્દ સાંભળતાં જ કુંવરથી બોલાઈ ગયું : “એ તો હું કુંવર છું, રાણા!”
“તું કુંવર? બસ, થઈ રહ્યું, મેં તને માવડી કહીને બોલાવી. હવે મારી માબહેન થઈ ચૂકી.”
પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બહેન કરીને રાખી. એના દાઢીવાળાને (પતિને) બોલાવ્યો. કુંવરને મોટો કરિયાવર કર્યો અને પાછી ઘેર વળાવી.
ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સહુ ભેરાઈ ગયાં. કુંવરે રાણાને કહેવરાવ્યું : “ભાઈ, હવે આંહીં આવીને તું રહે, તો મારું કાળજું ઠરે.”
રાણાએ જવાબ કહાવ્યો :
{{Poem2Close}}
<poem>
<center>
'''આછર પાણી આંબડે, ચરવા કંકોળેળ કાસ,'''
'''મેયુંને નો મેલાવીએં, ડોળેસરનો વાસ.'''
</center>
</poem>
{{Poem2Open}}
[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કૂવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુ:ખ નહિ દઉં. વળી,]
{{Poem2Close}}
<poem>
<center>
'''મેયું, દાદર ને માછલાં, (એને) પાણી હુંદો પ્યાર,'''
'''રાણો કે’ રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.'''
</center>
</poem>
{{Poem2Open}}
[ભેંસો, દેડકાં અને માછલાં : એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવાં પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢાં ન મેલાય.]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits