સૌરાષ્ટ્રની રસધાર-4/મલુવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<poem>
<center>
'''મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,'''
'''મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,'''
'''સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.'''
'''સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.'''
{{Poem2Close}}
</center>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]
Line 69: Line 71:
{{Poem2Open}}
{{Poem2Open}}
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]
{{Poem2Close}}
<poem>
<center>
'''કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,'''
'''લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.'''
</center>
</poem>
{{Poem2Open}}
[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]
{{Poem2Close}}
<poem>
<center>
'''એક બાર લામે કન્યા, આરો બાર ચાય;'''
'''સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.'''
</center>
</poem>
{{Poem2Open}}
[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે! ]
{{Poem2Close}}
<poem>
<center>
'''સંધ્યા મિલાઈયા જાય રવિ પશ્ચિમ પાટે,'''
'''તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.'''
</center>
</poem>
{{Poem2Open}}
[સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો, સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એકલ સૂતેલા પુરુષની ઊંધ નથી ઊડતી.]
અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું?
{{Poem2Close}}
<poem>
<center>
'''ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,'''
'''કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.'''
</center>
</poem>
{{Poem2Open}}
[મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો! ઓ પરદેશી પુરુષ, ઊઠો!’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય! ]
મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો?
{{Poem2Close}}
<poem>
<center>
'''ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ,'''
'''જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.'''
</center>
</poem>
{{Poem2Open}}
[જાગ રે જાગ, ઓ પરદેશી! કેટલીક નીંદ હજુ કરવી છે? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા!]
અરેરે! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત. પણ હું કોને કહું?
હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.
{{Poem2Close}}
<poem>
<center>
'''શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,'''
'''ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.'''
</center>
</poem>
{{Poem2Open}}
[સાંભળ રે, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ!]
એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.
{{Poem2Close}}
<poem>
<center>
'''જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,'''
'''જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.'''
</center>
</poem>
{{Poem2Open}}
[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?]
{{Poem2Close}}
<poem>
<center>
'''દેખિલો સુંદર કન્યા, જલ લઈયા જાય,'''
'''મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.'''
</center>
</poem>
{{Poem2Open}}
[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:11, 11 April 2022


મલુવા


[કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં ઘટના-સ્થળો, ઘટના બન્યાનો સમય, ઇત્યાદિ સામગ્રીઓ નક્કી કરી, ઉક્ત યુનિવર્સિટી તરફથી એ તમામ પ્રેમકથાઓ ‘મૈમનસિંગ-ગીતિકા’ નામક મોટા ગ્રંથમાં પ્રગટ કરી છે. એમાંની એક અત્રે સંક્ષેપમાં ઉતારી છે. એ કથા તો લંબાણથી સાંગોપાંગ પદ્યમાં જ ચાલે છે, અત્રે એમાંથી ફક્ત જરૂરી લાગતી પંક્તિઓ જ મૂકી છે. આ ગીતકથાઓ શુદ્ધ લોકવાણીમાં લોકકવિઓએ જ રચેલી છે. ભાષા જૂની ને ગ્રામ્ય છે. રચનારાઓનાં નામ માત્ર કોઈ કોઈ કથામાં જ મળે છે.] સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને ડોસીને ચાંદવિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા-દીકરો ગુજારો કરે છે. આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયાં છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોડિયાને અંધારે મા ચાંદવિનોદને જગાડે છે :


ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,
ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.

[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]


મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,
સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.

[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]


આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,
આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.

[આકાશ કાળાં વાદળાં વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ?] ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો. પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા.


પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,
માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા.

[‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.] જઈને જુએ છે તો ધાન ન મળે! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ. જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો.


કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,
જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.

[બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું : અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.] ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો. પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો.


ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,
ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,
સાત ભાઈયેર બઈન મલુવા જલ ભરિતે આશે,
સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.

[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]


કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,
લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.

[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]


એક બાર લામે કન્યા, આરો બાર ચાય;
સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.

[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે! ]


સંધ્યા મિલાઈયા જાય રવિ પશ્ચિમ પાટે,
તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.

[સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો, સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એકલ સૂતેલા પુરુષની ઊંધ નથી ઊડતી.] અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું?


ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.

[મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો! ઓ પરદેશી પુરુષ, ઊઠો!’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય! ] મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો?


ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ,
જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.

[જાગ રે જાગ, ઓ પરદેશી! કેટલીક નીંદ હજુ કરવી છે? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા!] અરેરે! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત. પણ હું કોને કહું? હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.


શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,
ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.

[સાંભળ રે, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ!] એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.


જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.

[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?]


દેખિલો સુંદર કન્યા, જલ લઈયા જાય,
મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.

[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]