સોરઠી બહારવટીયા - 2/જોગીદાસ ખુમાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જોગીદાસ ખુમાણ|}} {{Poem2Open}} કવિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના...")
(No difference)

Revision as of 09:02, 14 April 2022

જોગીદાસ ખુમાણ

કવિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના થરો” ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે 'જોગી બારવટીયો' કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું 'રૉબરૉય' લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે. ભાવનગર રાજને જોગીદાસે દુશ્મના વટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ–જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્નેએ જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી. છતાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. “The Bhavnagar Statistics" નામનું એકનું એક રાજમાન્ય તેમજ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખો યે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતારો કરે છે! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરૂષનો ઉલ્લેખ નથી. જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લુંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહેતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એના સોંપાઈ હતી એમ કહેવાય છે.