ઋણાનુબંધ/મારી કવિતાના વાચકને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|/મારી કવિતાના વાચકને|}} <poem> ચકમક ઘસાય કે દીવાસળી સળગે ને જ્વ...")
(No difference)

Revision as of 07:47, 16 April 2022

/મારી કવિતાના વાચકને

ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે —
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માગું છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે.
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી.
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું આકાશ પાર કરી ગઈ હોઈશ.