ઋણાનુબંધ/પ્રદક્ષિણા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રદક્ષિણા|}} <poem> કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હો...") |
(No difference)
|
Revision as of 17:09, 18 April 2022
પ્રદક્ષિણા
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી?)
ચક્કર ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય….?
કયું વૈકુંઠ….?