ઋણાનુબંધ/છતાંય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છતાંય|}} <poem> જન્મે મળેલા ને પછી ખોયેલા શરીરના એકાદ અવયવ વિન...")
(No difference)

Revision as of 06:49, 19 April 2022

છતાંય


જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું—
ભારત વિના…!