ઋણાનુબંધ/(અ)મારી મુઠ્ઠી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|(અ)મારી મુઠ્ઠી|}} <poem> હાથ તો હું લંબાવી શકું પણ તમે તો મુઠ્ઠી...")
 
No edit summary
 
Line 32: Line 32:
તમે જ…
તમે જ…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સ્મૃતિભ્રમ
|next = બા
}}

Latest revision as of 06:55, 19 April 2022

(અ)મારી મુઠ્ઠી


હાથ તો હું લંબાવી શકું
પણ તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.

તમારી મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
હમણાં જ ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજૂદ દેખાશે.

તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ
તમા નથી.

હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ…