ઋણાનુબંધ/~: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|~|}} <poem> <center> વરસતો સ્નો આકાશી લિપિમાં લખાયેલાં વરસતાં હાઇકુ…...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 65: | Line 65: | ||
</center> | </center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મારી કવિતા1 | |||
|next = શોધું છું | |||
}} |
Latest revision as of 06:59, 19 April 2022
વરસતો સ્નો
આકાશી લિપિમાં લખાયેલાં
વરસતાં હાઇકુ…
નદીના સુંવાળા જળ ઉપર કૈં કોમળ સળ
પડ્યા જાણે એવા: પવન સ્પરશે પ્રેમળ પળ
વહે છે આનંદે રણઝણ થતી જાય સૂરમાં
નદી પોતે માતી નથી નિજ મહીં: અંગ, ઉરમાં!
ચપોચપ ભિડાયેલા અરવ હોઠ આકાશના
અચાનક ગયા ખૂલી: જલધરો ઝરે પ્રીતને
અને લય ગયો મળી મધુર માહરા ગીતને
જરીક ધબકી રહ્યા હરિત શ્વાસ આ ઘાસના.
અહો! તારી વાટે પવન સૂસવે તોય પણ આ
ઝગે છે મારી આ સ્તનપ્રદીપની જ્યોત નમણી.
સ્મૃતિ
એ કંઈ
નાયલોન નથી
કે
એકાદ તણખો અડતાં
આખી સાડી બળીને ખાખ થઈ જાય!
ગઈ કાલનું તારું સ્મિત
મારાં સ્મરણોની પથારીમાં
ટૂંટિયું વાળીને પડ્યું છે.
સૂકાં પર્ણે સળવળ થતો વાયુ ફંફોળતો શું?
આસપાસ અવકાશમાં
તરબતર અત્તર સમું મઘમઘ અહો! વાતાવરણ
કોનો હશે સુરભિત શ્વાસ
ને અહીં કોનાં હશે પરિમલભર્યાં છાનાં ચરણ!
પ્રાત:કાલે
આંગણામાં સાંપડેલાં
મન્દારવૃક્ષનાં પર્ણો—
હશે એ
હરિવર! તમારાં ચરણો?