ઋણાનુબંધ/લાઇબ્રેરીની બહાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લાઇબ્રેરીની બહાર|}} <poem> લાઇબ્રેરીની બહાર ડોલતો, ચાલતો, નકા...")
 
No edit summary
 
Line 30: Line 30:
અભરાઈ પર…!
અભરાઈ પર…!
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = થાય છે…
|next = ઋણાનુબંધ
}}

Latest revision as of 07:22, 19 April 2022

લાઇબ્રેરીની બહાર


લાઇબ્રેરીની બહાર
ડોલતો, ચાલતો, નકામો બેસી રહેતો
એક પાગલ….
ક્યારેક
ઊતરચડ થતાં પગથિયાં સાથે વાતો કરતો
ઉઘાડબંધ થતી બારીઓ સામે હસતો
ખરેલાં સૂકાં પાંદડાંને ફૂલો સમજી વીણ્યે જતો
અંદર જતા-આવતા
આંખો વિનાના ચહેરાઓમાં
અથડાતો, અટવાતો—
મનમાં ને મનમાં રડતો, ગૂંચવાતો…
ઉત્તરભરેલાં અનેક પુસ્તકો સામે
એક પ્રશ્નભર્યો
એ એકલો
અને આપણે આટલાં બધાં…
કોઈ એક ભાષાથી
એની સાથે વાત ન થઈ તે ન જ થઈ!

એક દિવસ
એ થાકીને આખરે
ઢળી પડ્યો—
અને આપણે
લાઇબ્રેરીનાં પુસ્તકો જેવાં,
અભરાઈ પર…!