ઋણાનુબંધ/હું માગું—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું માગું—|}} <poem> કેટલાય સમયથી ઈશ્વર મારા પર રીઝયો નથી. એ રી...") |
(No difference)
|
Revision as of 08:47, 19 April 2022
હું માગું—
કેટલાય સમયથી
ઈશ્વર મારા પર રીઝયો નથી.
એ રીઝે
અને મને કશું માગવા કહે
તો
હું માગું—
જડ થઈ ગયેલી
ઉજ્જડ થઈ ગયેલી
મારી કોરીધાકોર આંખોને અજવાળતાં
ઝળઝળિયાં…