ઋણાનુબંધ/Illegal Alien: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|llegal Alien|}} <poem> એની યાદને દેશવટો દીધે વર્ષો વહી ગયાં છે. આજે અચાન...") |
(No difference)
|
Revision as of 09:15, 19 April 2022
llegal Alien
એની યાદને
દેશવટો દીધે વર્ષો વહી ગયાં છે.
આજે
અચાનક
આ રાતને સમયે
મારા ઓરડામાં
એના ચોરીછૂપીથી આવવાની અફવાની હવા
પ્રસરી રહી છે
મારો જીવ મૂંઝાય છે
વર્ષોથી બંધ બારી હું ખોલું છું
દરમિયાન કોઈ દરવાજો ખખડાવતું સંભળાય છે
જઈને સાંકળ ખોલું છું
પણ
એ તો હતો
તિરાડોમાંથી પ્રવેશેલો સમીર.
સાચે જ
એણે આવવાનો પ્રયાસ કર્યો હશે?
હું ગુસ્સે થાઉં છું.
ખબર નથી એને
કે
અમેરિકામાં illegal alienને પકડી
હાથકડી પહેરાવી
કેદમાં રાખે છે
એના પર કેસ ચાલે છે
ને illegal પુરવાર થતાં
વળી દેશવટો દેવાય છે.
હું ઓરડામાં પ્રવેશું છું ત્યારે
ખુલ્લી બારીમાંથી પ્રવેશી
મારી પથારી પર
રૂપેરી રૂપેરી કશુંક પડ્યું’તું
ચાદરના સળમાં સળવળતુ’તું…
પોલીસ કહે છે:
બંધ બારી ખોલી
એ ભૂલ હતી.