ઋણાનુબંધ/આ સરવર સરવર રમતાં રમતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ સરવર સરવર રમતાં રમતાં|}} <poem> આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમ...") |
(No difference)
|
Revision as of 09:57, 19 April 2022
આ સરવર સરવર રમતાં રમતાં
આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઈ ખીલ્યાં રે
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે.
વનનું લીલું ઝાડ લઈને આભે ઊડ્યું પંખી રે,
ટહુકાઓના ઊગ્યા તારલા: નજર ગઈ કોઈ ડંખી રે,
ફૂલની કોમળ પાંદડીઓમાં ચાંદ પૂનમનો ઊગ્યો રે,
આમ તો મારી આંખની સામે: તોયે વાદળે છૂપ્યો રે.
આ સરવર સરવર રમતાં રમતાં રડ્યાં હસ્યાં ને જીવ્યાં રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.