ઋણાનુબંધ/ક્ષણ આ નાજુક નમણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્ષણ આ નાજુક નમણી|}} <poem> ક્ષણ આ નાજુક નમણી દર્પણ સામે ઊભી: જા...")
(No difference)

Revision as of 10:08, 19 April 2022

ક્ષણ આ નાજુક નમણી


ક્ષણ આ નાજુક નમણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી

લજામણીનો છોડ એને સ્પર્શો તો બિડાય
ક્ષણ ક્ષણના આ શૂન્ય શિખર પર અણદીઠું કો’ ગાય
ક્ષણ તો અલ્લડ સાવ કુંવારી: નથી કોઈને પરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી
ક્ષણ આ નાજુક નમણી

ફૂલ પર ઝાકળબિંદુ: એની જેમ ઝલકમાં સરે
અહોભાવનું બિંદુ એ તો નિજમાં જઈને ઠરે
ક્ષણની આંખે સાથે સાથે આભ અને ધરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી