ઋણાનુબંધ/તડકો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તડકો|}} <poem> આ અઢળક તડકો ખીલ્યો રે એને પાંદડે પાંદડે ઝીલ્યો ર...") |
(No difference)
|
Revision as of 10:10, 19 April 2022
તડકો
આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.
આ લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.