ઋણાનુબંધ/અમને જળની ઝળહળ માયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમને જળની ઝળહળ માયા|}} <poem> અમને જળની ઝળહળ માયા ધરતી ઉપર નદી સ...") |
(No difference)
|
Revision as of 10:11, 19 April 2022
અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.
લીલાં લીલાં વૃક્ષ
નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…
વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…