ઋણાનુબંધ/વૃદ્ધાવસ્થા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વૃદ્ધાવસ્થા|}} <poem> સવારે ઉપવનમાં ચાલવા ગઈ હોઉં છું ત્યારે સ...")
(No difference)

Revision as of 10:15, 19 April 2022

વૃદ્ધાવસ્થા


સવારે
ઉપવનમાં ચાલવા ગઈ હોઉં છું
ત્યારે
સારાં કપડાં
ખભે પર્સ
અને
સારાં શૂઝ પહેરેલી
એંશીની આસપાસની
એક બાઈ
એનો જમણો હાથ ઊચો કરીને
મને ઊભી રાખે છે.
ચેસ્ટનટ હિલ જવાની દિશા પૂછે છે.

હું એને પૂછું છું
ચેસ્ટનટ હિલમાં ક્યાં જવું છે.
એ એક મકાનનું નામ આપે છે.
મને ખબર છે
એ મકાનમાં વૃદ્ધો રહે છે.

કેટલા રસ્તા
કેટલી ટ્રાફિક લાઇટ્સ
ક્યાં વળવાનું
એ બધું સમજાવું છું.
એ બાઈ
માથું ધુણાવી હા પાડે છે.

હું
એને ચેસ્ટનટ હિલની દિશામાં
જતી જોઉં છું.

પછી
હું
ચિંતામાં પડી જાઉં છું.
એને જવું છે ત્યાં એ પહોંચશે?
એને સ્મૃતિભ્રમ થશે તો?
કોઈ વ્યાધિ હશે તો?
આ સમયે આ સ્થળે
કદાચ શૂન્યમનસ્ક આવી હશે તો?
હું
રસ્તો ઓળંગી
ઘર તરફ વળું છું.
ના, મારા તરફ વળું છું.

મને જોઉં છું
ચેસ્ટનટ હિલની દિશા તરફ…