ઋણાનુબંધ/ભૂલીને આવજે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભૂલીને આવજે|}} <poem> હવે આવે મારી કને ત્યારે આટલું ભૂલીને આવજ...")
(No difference)

Revision as of 10:18, 19 April 2022

ભૂલીને આવજે


હવે આવે
મારી કને
ત્યારે
આટલું ભૂલીને આવજે:
કાંડાઘડિયાળ
મોબાઇલ
અપોઇન્ટમેન્ટ ડાયરી
ભારેખમ બ્રીફકેસ
ટ્રેનનું ટાઇમટેબલ
(જે તું પાછા જવા માટે વાપરતો હોય છે)
તારી પત્નીનો જન્મદિવસ
તારી લગ્નતિથિ
તારા સંસારના ફોટાવાળું પાકીટ
પાછા જવાની ઉતાવળ
ગોઠવેલા જવાબો
કોઈ જાણી કે જોઈ જશે એવી બીક.
પણ, આવજે જરૂર.