ઋણાનુબંધ/જાપાનીઝ મેપલ છોડ અને હું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાપાનીઝ મેપલ છોડ અને હું|}} <poem> ધરતીમાં ઊંડાં ફેલાયેલાં મૂળ...") |
(No difference)
|
Revision as of 11:00, 19 April 2022
જાપાનીઝ મેપલ છોડ અને હું
ધરતીમાં
ઊંડાં ફેલાયેલાં
મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસશે…
એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?
મને મુંબઈ યાદ આવે છે.