ઋણાનુબંધ/અપેક્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપેક્ષા|}} <poem> વાસંતી સવારે પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં...") |
(No difference)
|
Revision as of 11:02, 19 April 2022
અપેક્ષા
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ દબાવી દે
બરાબર એમ જ
નીરવ પગલે આવે
મૃત્યુ
અને…