ઋણાનુબંધ/આઠે પહોર આનંદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠે પહોર આનંદ|}} <poem> અમેરિકન નગર વચ્ચોવચ્ચ મેં જ ઊભા કરેલા આ...")
(No difference)

Revision as of 11:08, 19 April 2022

આઠે પહોર આનંદ


અમેરિકન
નગર વચ્ચોવચ્ચ
મેં જ ઊભા કરેલા
આનંદની ઈંટોથી ચણેલા
આનંદી સંગીત ઝરતી દીવાલોથી બાંધેલા
આનંદી તડકાથી રંગેલા
આનંદ વેરતા ફર્નિચરથી શણગારેલા
લીલોછમ આનંદ પ્રસારતાં છોડવાંથી મહેકતા
કોઈ છીનવી ન શકે એવા
આનંદ-ઘરમાં
હું રહું છું અને જીવું છું
મારે આઠે પહોર આનંદ, આનંદ, ગંગાબહેન…